Fri,26 April 2024,1:07 am
Print
header

Big News- જો તમે ગુજરાત સરકારમાં નોકરી કરવા માંગો છો અને ઉંમરનો ઇશ્યૂં છે તો વાંચી લો આ સમાચાર

લાખો સરકારી નોકરી વાચ્છુક ઉમેદવારોને ફાયદો

 

ગાંધીનગરઃ રાજ્યની નવી ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર રોજગારી વધારવા માટે કોઇને કોઇ રીતે નવા નિયમો લાવી રહી છે આગામી 2022 વિધાનસભા ચૂંટણીમાં જીત માટે યુવાઓને આકર્ષવાના પ્રયાસ શરુ કરી દીધા છેસ જેમાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકારમાં સરકારી નોકરી મેળવવા માંગતા યુવાઓને લઇને મોટો નિર્ણય કરાયો છે. 

ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરનારાઓને લઇને આ જાહેરાત કરાઇ છે જેમાં હવે અનામત વર્ગના ઉમેદવારો (એસસી, એસટી, ઓબીસી) માટે વય મર્યાદા 41 વર્ષની કરી દેવાઇ છે. જે પહેલા 40 વર્ષ હતી, જ્યારે બિન અનામત વર્ગના ઉમેદવારોની વય મર્યાદા 35 વર્ષમાં એક વર્ષ વધારીને 36 વર્ષ કરાઇ છે. આ નિયમો 1-9-2021થી લઈને 31-8-2022 સુધી અમલમાં રહેશે. કોરોનામાં લાખો યુવાનો સરકારી નોકરી માટેની પરીક્ષાઓ આપી શક્યા ન હતા, જેથી તેમની ઉંમર નીકળી ગઇ હતી અને આવા નોકરી વાચ્છુકોને એક વર્ષ વધારે મળ્યું છે. નોંધનિય છે કે કેબિનેટની બેઠક પછી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch