Sat,20 April 2024,1:49 am
Print
header

મેવાણીનો પ્રહારઃ રોજગારીની મોટી મોટી વાતો કરતી વિજય રૂપાણી સરકારની ખુલી પોલ

મનરેગામાં કામ કરતા શ્રમિકોના 212 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં નથી આવી

સરકાર મનરેગા અંતર્ગત વર્ષમાં 100 દિવસના બદલે માત્ર 24 દિવસ જ રોજગારી આપી શકીઃ જીગ્નેશ મેવાણી

કેન્દ્ર સરકારે રૂપિયા 212 કરોડની ગ્રાંટને અટકાવી રાખી હોવાનો આક્ષેપ

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્ર સરકાર પર ગ્રાંટ અટકાવવાનો આરોપ મુકતા હતા

હવે કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છંતા ગુજરાતની પ્રજા સાથે થઇ રહ્યો છે અન્યાય

ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકાર દ્વારા શાસનના પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત શુક્રવારે રોજગારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ગુજરાતમાં રોજગારીની વાત તો દૂર રહી પરંતુ રૂપાણી સરકાર મનરેગાના રૂપિયા 212 કરોડની ચુકવણી કરવામાં નિષ્ફળ ગઇ હોવાનો ગંભીર આરોપ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ લગાવ્યો છે. મનરેગા યોજના હેઠળ મહેનત કરનારા શ્રમિકોને તેમના હકના નાણાં મળે તે માટે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા રાજ્યના વિવિધ તાલુકાઓમાં વિરોધ પ્રદર્શન કરીને સરકાર વિરુધ્ધ મોરચો માંડવામાં આવશે.

જીગ્નેશ મેવાણીએ રોજગારી મુદ્દે બંગણા ફૂંકતી વિજય રૂપાણી સરકાર પર મનરેગાના મહેનતાણાંની ચૂકવણી મામલે ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમણે કહ્યું છે કે રાજય સરકારે શ્રમિકોને મનરેગાના રૂપિયા 212 કરોડની ચૂકવણી કરી નથી. વડોદરામાં રૂપિયા 34 કરોડ, દાહોદમાં 46 કરોડ રૂપિયા, છોટા ઉદેપુર જીલ્લામાં રૂપિયા 12 કરોડ, પંચમહાલમાં 15.69 કરોડ રૂપિયાની ચુકવણી થઇ નથી.જે શ્રમિકો તકડામાં 45 ડીગ્રી ગરમીમાં મહેનત કરે છે તેમને જ નાણાંની ચુકવણી કરવામાં રાજય સરકાર નિષ્ફળ ગઇ છે. જે ખુબ જ ગંભીર બાબત ગણી શકાય. 

જીગ્નેશ મેવાણી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર પણ આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા.ત્યારે તે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા હતા કે કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાત સરકાર સાથે અન્યાય કરે છે અને હકના નાણાં આપતી નથી. ત્યારે હાલ ભાજપ જ સત્તા પર હોવા છંતા ગુજરાતની પ્રજા સાથે અન્યાય થઇ રહ્યો છે.જો આ મામલે તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવી શકે તેમ છે. ખાસ કરીને ગુજરાતની શ્રમિક પ્રજા કે જેમને રોજગારીની જરુરિયાત છે. તે પ્રજા સાથે જ અન્યાય કરવામાં આવી રહ્યો છે.  મનરેગા યોજના હેઠળ વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાનો નિયમ છે. ગુજરાતમાં શ્રમિકોને માત્ર 24 દિવસની સરેરાશ રોજગારી મળે છે. જે બાબત દર્શાવે છે કે વિજય રૂપાણી સરકાર ખરેખર રોજગારી મામલે કેટલી ગંભીર છે ?

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch