Wed,24 April 2024,8:05 pm
Print
header

ભાજપના રાજમાં ગુજરાતમાં કથળી રહ્યું છે શિક્ષણનું સ્તરઃ મનીષ દોશી

ગુણોત્સવ 2.0 માં ગુજરાત સરકારી સ્કૂલોની ગુણવત્તાની પોલ ખુલી, A+ ગ્રેડની માત્ર 14 શાળાઓ જ આવી.

રાજ્યની સરકારી સ્કૂલોને શિક્ષણ વિભાગના સર્વે માં B-ગ્રેડ જ મળ્યો

93 ટકા શાળાઓમાં શિક્ષકોના ફોટા સહિતની માહિતી દર્શાવતુ બોર્ડ નથી

ખુદ રાજ્ય સરકારના રિપોર્ટમાં જ શિક્ષણના સ્તરની ચોંકાવનારી વિગતો બહાર આવી

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષણ વિભાગની નીતિ અને દિશા વિહિનતાને કારણે આજે રાજ્યમાં શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળી રહ્યું હોવાનો ચોંકાવનારો આરોપ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ લગાવ્યો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જ શિક્ષણ વિભાગની પોલ ખુલી ગઇ છે.

કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું કે રાજ્યના શિક્ષણ વિભાગની નીતિ દિશાવિહીન છે. જેનો ખુલાસો ખુદ રાજ્ય સરકારના સર્વેમાં જ થયો છે. ગુણોત્સવ 2.0 માં ગુજરાતની સરકારી સ્કૂલોની ગુણવત્તાની પોલ ખુલી, A+ ગ્રેડની માત્ર 14 શાળાઓ જ આવી  છે. 57.84 ટકા શાળાઓને બી ગ્રેડ મળ્યો છે. 76 ટકા શાળાઓમાં યોગ્ય શિક્ષણ નથી અપાતુ, એકેય કસોટી બાદ નબળા વિદ્યાર્થીઓની ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરવાનું હોય છે. 80 ટકા જેટલા કિસ્સાઓમાં મૂલ્યાંકન કસોટી બાદ સુધારા માટે કાર્ય જ ન થયું. ગુણોત્સવમાં રાજ્યની કુલ 30681 પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરાયો છે.નર્મદા, તાપી, કચ્છ, ભરૂચ, ડાંગ, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુરમાં સરેરાશ કરતા પણ ખરાબ સ્થિતિ છે. સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં પણ શિક્ષણની સ્થિતિ અતિ ખરાબ બની રહી છે.

સ્કુલ મેનેજમેન્ટ કમિટી (SMC) કાગળ પર છે, આ અંગે 48 ટકા વાલીઓને જાણ જ નથી. જ્યારે સર્વેમાં એમ પણ જાણવા મળ્યું કે 85 ટકા શિક્ષકો પુસ્તકોનો ઉપયોગ જ કરતા નથી, 31 ટકા શાળાઓમાં પીવા લાયક પાણી ઉપલબ્ધ નથી અને 35 ટકા શાળાઓમાં પાણી ટાંકી, શૌચાલયની સફાઈ નિયમિત થતી નથી. ભાજપ સરકાર કરોડો રૂપિયા શિક્ષણ માટે જાહેરાત કરે છે તે નાણાં જાહેરાતો અને ઉત્સવોમાં વેડફાઈ રહ્યાં છે.મનીષ દોશીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગ્રામ્ય વિસ્તારોની 6000 જેટલી સરકારી શાળાઓને તાળા મારવાનું કામ ભાજપ સરકાર કરવા જઈ રહી છે. રાજ્યમાં શિક્ષણના વેપારીકરણ-ખાનગીકરણ માટે ભાજપ સરકાર સીધી જવાબદાર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch