Sat,13 December 2025,12:37 am
Print
header

જળ સંચય અને વ્યવસ્થાપનમાં ગુજરાતનો ડંકો: રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2025માં દેશભરમાં બીજું સ્થાન - Gujarat Post

  • Published By dilip patel
  • 2025-11-18 17:25:49
  • /

રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતને પુરસ્કાર એનાયત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જનકેન્દ્રિત પ્રયાસોનું સન્માન

નવી દિલ્હી: જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય જળ પુરસ્કાર -2025માં ગુજરાતે સમગ્ર દેશમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુના હસ્તે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી  સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતને આ ગૌરવશાળી સિદ્ધિ બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જળ સંપત્તિ વિભાગના સચિવ પાર્થિવ સી. વ્યાસે ગુજરાત સરકાર વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

મહારાષ્ટ્રને પ્રથમ ક્રમ મળ્યો છે, જ્યારે ગુજરાત બીજા ક્રમે રહ્યું છે. જળ સંચય ક્ષેત્રે ગુજરાતની આ સતત બીજી રાષ્ટ્રીય સિદ્ધિ છે. ગત વર્ષ 2024માં પણ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે ત્રીજા ક્રમે આ એવોર્ડ એનાયત થયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જળ સંચાલન ક્ષેત્રે અપનાવેલા ટકાઉ, નવીન અને જનકેન્દ્રિત પ્રયત્નોના પરિણામ સ્વરૂપે આ પુરસ્કાર મળ્યો છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાયેલા મુખ્ય કાર્યોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

રાજ્યમાં મજબૂત જળ સંગ્રહ તંત્ર  ડેમ, બેરેજ, અને ચેકડેમ દ્વારા પાણીનું સંગ્રહ, વિતરણ અને પુનઃઉપયોગ માટે મજબૂત તંત્ર ઊભું કરાયું છે. ઉપરાંત  ભૂગર્ભ જળ રિચાર્જ અને ખાર નિયંત્રણ થકી પાણીની તંગીવાળા વિસ્તારોમાં રિચાર્જ પ્રોજેક્ટ્સ આધારિત યોજનાઓ દ્વારા જળ સંતુલન જાળવવામાં આવ્યું છે. તેમજ શુદ્ધ કરેલા ગંદાપાણીનો પુનઃઉપયોગ, પીવાના પાણી માટે ભૂગર્ભ સ્ત્રોતોનો ઓછો ઉપયોગ અને પાણી વ્યવસ્થાપનમાં સમુદાયની સક્રિય સહભાગિતા દ્વારા ગુજરાતે દેશ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch