Wed,24 April 2024,9:17 pm
Print
header

Big news- મહેરબાની કરીને ઘરોમાં જ રહેજો, ગુજરાતમાં કોરોનાના 175 કેસ, અમદાવાદમાં 83

આણંદ, હિંમતનગમાં કોરોનાના કેસ 

ગાંધીનગરઃ ગુજરાત પર કોરોના વાઇરસનો ખતરો વધી રહ્યો છે, સતત ત્રણ દિવસથી કોરોનાના કેસમાં મોટો વધારો થઇ રહ્યો છે, આજે સવારે નવા 19 કેસ સામે આવ્યાં હતા અને સાંજે પણ નવા કેસ ઉમેરાયા છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 175 થઇ છે, જેમાંથી 100 કરતા વધુ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. 

આજે એકલા અમદાવાદમાં જ નવા 19 કેસ સામે આવ્યાં છે, સુરતમાં 3, રાજકોટમાં 1 જ્યારે પાટણમાં 3, ભાવનગરમાં 1, હિંમતનગરમાં 1 અને આણંદમાં 1 કેસ નોંધાયા છે, હિંમતનગરમાં જે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે, તે વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતા હતા.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી કુલ 15 લોકોનાં મોત થઇ ગયા છે અને 23 દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે, સૌથી વધુ 83 કેસ અમદાવાદમાં નોંધાતા તંત્રની ચિંતા વધી રહી છે, ત્યારે અમારી પણ તમને અપીલ છે કે તમે ઘરોમાં જ રહો....સુરક્ષિત રહો....
 
રાજ્યમાં કોરોનાના કેસ 
 
અમદાવાદ 83
સુરત 22
ભાવનગર 14
ગાંધીનગર 13
વડોદરા 12
રાજકોટ 11
પાટણ 05
પોરબંદર 03
ગીર-સોમનાથ 02
કચ્છ 02
મહેસાણા 02
હિંમતનગર 01
આણંદ 01
મોરબી 01
પંચમહાલ 01
છોટાઉદેપુર 01
જામનગર 01
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar