Wed,31 May 2023,3:11 am
Print
header

ઉર્જા વિભાગની ભરતીમાં વધુ એક કૌંભાડ આવ્યું સામે, સુરત ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની કરી ધરપકડ

સુરતઃ બે વર્ષ પહેલાની ઉર્જા વિભાગની ભરતીની ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. પરીક્ષામાં થયેલી ગેરરીતિનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના DCP રૂપલ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે માહિતી આપી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતી મુજબ કેટલાક શખ્સોએ ટોળકી બનાવીને આખું કૌભાંડ આચાર્યું છે.

આ મામલે DCP રૂપલ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું કે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઈન્દ્રવદન પરમાર, ઓવેશ કાપડિયાની ધરપકડ કરી છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ પરીક્ષા વર્ષ 2021-2022માં યોજાઈ હતી. પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના વિવિધ સેન્ટરોમાં લેવાઈ હતી.

આ કેસમાં અનિકેત ભટ્ટ અને ભાસ્કર ચૌધરી ઉમેદવારોનો અગાઉથી જ સંપર્ક કરી લેતા હતા. એજન્ટો મારફતે આ ગેંગ ઉમેદવારોનો સંપર્ક કરી લેતી હતી. આ ટોળકીએ કયા કયા ઉમેદવારોનો સંપર્ક કર્યો છે તેની તપાસ ચાલુ છે. ઈન્દ્રવદન પરમાર, ઓવેશ કાપડિયાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.  

સ્કીન સ્પ્લિન્ટર સોફ્ટવેર કરીને ઉમેદવારોને બદલે તેઓ પોતે જ પરીક્ષાના જવાબ આપી દેતા હતા. આ પરીક્ષા અંતર્ગત જ્યારે ઉમેદવાર પરીક્ષા આપવા માટે સેન્ટર પર પહોંચે છે, ત્યારે એજન્ટો મારફત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરીક્ષામાં પુછાયેલા જવાબો તેઓ આપી દેતા હતા, ઓનલાઇન પરીક્ષાનું આ સૌથી મોટું કૌભાંડ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch