Sat,20 April 2024,1:53 pm
Print
header

સુરતમાં PM મોદીનો ભવ્ય રોડ શો....મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો- Gujarat Post

સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે, આજે મોદીએ પાટીદારોના ગઢ એવા સુરતમાં 2.70 કિમી લાંબો રોડ-શો કર્યો હતો, જેમાં ભાજપના હજારો કાર્યકરો અને મોદીના ચાહકો ઉમટી પડ્યાં હતા, મોટી સંખ્યામાં મહિલાઓએ મોદીનું અભિવાદન કર્યું હતુ. સઘન સુરક્ષા વચ્ચે આ રોડ શો યોજાયો હતો.

ગોડાદરા મહર્ષિ આસ્તિક વિદ્યાલય પરના હેલિપેડથી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શો બાદ મોદી સભા સ્થળ પર પહોંચ્યાં હતા, તેઓ સુરતમાં અંદાજે 3400 કરોડ રૂપિયાના 59 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, તેઓ સુરત બાદ અન્ય શહેરોમાં પણ સભાઓને સંબોધશે. હાલમાં મોદીના પ્રવાસને લઇને સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે, અમદાવાદમાં પણ અનેક રૂટ ડાયવર્ટ કરાયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch