Tue,23 April 2024,8:22 pm
Print
header

આમ આદમી પાર્ટીના વાયદાઓ પર મોદીએ ઉઠાવ્યાં સવાલ, કહ્યું ફ્રી વિજળી મેળવવાનો આ સમય નથી- Gujarat Post News

અરવલ્લીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ તેમની પાર્ટી ભાજપના ઉમેદવારોના પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આજે તેમણે અરવલ્લી જિલ્લાના મોડાસામાં  ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે મફત વીજળી આપવાને બદલે વીજળીથી આવક પેદા કરવામાં આવે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસના વાયદાઓ પર તેમને પ્રહાર કર્યાં છે. આ પાર્ટીઓએ મફત વિજળીના વાયદા કર્યાં છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આ લોકો 'ભાગલા પાડો અને રાજ કરો'ની ફોર્મ્યુલામાં વિશ્વાસ રાખે છે અને માત્ર સત્તામાં કેવી રીતે રહેવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં તેમની પાર્ટીની સરકાર 300 યુનિટ સુધી મફત વીજળી આપશે તેવા વચન સાથે મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 

કેજરીવાલે ગુજરાતની જનતાને અનેક વાયદાઓ કર્યાં છે.વિપક્ષ કોંગ્રેસ પણ તેમાં જોડાઈ છે, તેમણે ચૂંટણી ઢંઢેરામાં મફત વીજળી આપવાની વાત કરી છે. જો તેમની સરકાર આવશે તો 300 યુનિટ સુધી મફત વીજળી આપશે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch