Tue,14 July 2020,12:29 pm
Print
header

30 મિનીટમાં 99ટકા સુધી SARS-CoV-2 વાયરસમાં ઘટાડો કરતું વિરોસિક્યોર ફેબ્રિક લોન્ચ કરાયું

કોરોના વાઇરસનો મિનીટોમાં સફાયો થશે !

પ્રતિકાત્મક ફોટો

અમદાવાદઃ હવે વસ્ત્રો-કપડામાં પણ કોવિડ વાયરસથી સુરક્ષા મળશે, ક્રાંતિકારી વિરોસિક્યોર ટેકનોલોજીનો આરોગ્ય સંભાળ વર્કર્સ, શાળાના બાળકો, સંરક્ષણના યુનિફોર્મ તેમજ કેઝ્યૂઅલ વસ્ત્રો બનાવવા માટે ઉપયોગમા લેવાશે, મયુર બ્રાન્ડ હેઠળ એન્ટી-કોવિડ ફેબ્રિક માટે RSWM લિમિટેડે HeiQ સાથે વ્યૂહાત્મક ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે

ગ્રાહકોની સુરક્ષા ચિંતાઓનો ઉકેલ લાવતા અને કોવિડ-19 સામે પોષણક્ષમ અને સલામત ઉકેલ ઓફર કરતા ભારતની અગ્રણી ટેક્સ્ટાઇલ ઉત્પાદક કંપની RSWM લિમટેડે એન્ટી-વાયરલ ફેબ્રિક રેન્જ ‘વિરોસિક્યોર’ લોન્ચ કરવાની સાથે અદ્યંતન શોધની જાહેરાત કરી છે. આ નવી રેન્જ HeiQ* સાથે વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારી કરીને લોન્ચ કરવામાં આવી છે જે તેની એન્ટીવાયરલ વિરોબ્લોક** ટેકનોલોજી પ્રદાન કરે છે, જેથી ફેબ્રિક પર રક્ષણાત્મક આવરણની રચના કરી શકાય અને ફક્ત 30 મિનીટમાંજ SARS-CoV-2 સામે 99.99 ટકા રક્ષણ પૂરું પાડી શકાય. વિરોસિક્યોર સાથે, RSWM નાણાંકીય વર્ષ 2020-21માં કુલ વેચાણમાંથી 20 ટકા આવક રળવાનો અંદાજ સેવી રહી છે.

આ લોન્ચ કરતી વેળાએ સંબોધન કરતા મયુર સ્યુટીંગ અને LNJ ડેનિમના સીઇઓ અને બિઝનેસ વડા સુકેતુ શાહે જણાવ્યું કે, “હાલમાં વિશ્વ જ્યારે કોવિડ-19ની અસર હેઠળથી પસાર થઇ રહ્યું છે ત્યારે એક કંપની તરીકે ગ્રાહકો પરત્વે અમારી એક જવાબદારી બને છે અને અમે આ નવા નોર્મલ અપનાવવા માટેના સ્ત્રોતો સાથે તેમને સજ્જ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. પાંચ દાયકાના વારસા સાથે, RSWM સ્યુટીંગ તેમજ ડેનિમ સેગમેન્ટમાં નવીન ઉકેલો રજૂ કરતી આવી છે અને અમારા સમજદાર ગ્રાહકોની ફેબ્રિકની માગને સંતોષી રહી છે. આ દિશામાં અમે વિરોસિક્યોર રેન્જને લોન્ચ કરતા આનંદ અનુભવીએ છીએ, જે ચેપી એજન્ટના ફેલાવા અને સંક્રમણ સામે એન્ટી-કોવિડ રક્ષણ પૂરું પાડે છે. અમારા ભાગીદાર HeiQ સાથે, અમે અમારી લાઇફસ્ટાઇલમાં અતરાયમુક્ત સાતત્યતા જાળવી રાખવા માટે ગ્રાહકો માટે વિશ્વસનીય પસંદગી બની રહેવાનો અને તે રીતે સલામત અને ફ્યુચર-રેડી પર્યાવરણ પૂરું પાડવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ. એન્ટી-વાયરલ ફેબ્રિક ટેકનોલોજી માટે માગમાં ભારે ઊછાળો આવ્યો છે અને ચાલુ નાણાંકીય વર્ષે કુલ વેચાણમાંથી 20 ટકા વેચાણ વિરોસિક્યોર ફેબ્રિકમાંથી મેળવવાની આશા રાખીએ છીએ.”

HeiQ વિરોબ્લોક* ટેકનોલોજી વિશ્વની અનેક ટેકનોલોજીઓમાંની સૌપ્રથમ ટેકનોલોજી છે જેણે લેબોરેટરીમાં SARS-CoV-2ની અસર સામે પોતાની અસરકારકતા સાબિત કરી છે. મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા (ડોહર્ટી ઇન્સ્ટિટ્યુટ)માં ચેપ અને રોગપ્રતિકારક શક્તિ માટે પીટર ડોહર્ટી ઇન્સ્ટિટ્યુટ સાથે મળીને આ સ્વીસ ટેક્સ્ટાઇલ ઇનોવેટર દ્વારા હાથ ધરવામાં આવેલા પરીક્ષણોમાં એ બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો કે જે ફેબ્રિક પર પ્રક્રિયા કરવામાં આવી હતી તેણે SARS-CoV-2 વાયરસ સામે ઝડપી એન્ટીવાયરલ એકશન દર્શાવ્યાં હતા. HeiQ વિરોબ્લોક NPJ03 સાથેના ફેબ્રિક સેમ્પલ સંપર્કમાં આવ્યાં બાદ ફક્ત 30 મિનીટમાં જ વાયરસનો નાશ કરે છે. તે SARS-CoV-2 વાયરસમાં 99.9 ટકા સુધીનો ઘટાડો કરે છે. વિરોબ્લોકની સારવારવાળા ટેક્સ્ટાઇલ્સ હાયપોએલર્જીક, સેલ્ફ-સેનીટાઇઝીંગ અને જર્મ- રેઝિસ્ટન્ટ છે. ફેબ્રિક મયુર સ્યુટીંગ દ્વારા HeiQ વિરોબ્લોક ટેકનોલોજી વડે બનાવવામાં આવ્યાં છે અને HeiQની સ્વિત્ઝરલેન્ડની લેબોરેટરી દ્વારા તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->