Mon,06 December 2021,7:30 am
Print
header

ગુજરાતમાં કોરોના પરના નિયંત્રણો થઈ શકે છે હળવા, ટૂંક સમયમાં બહાર પડી શકે છે જાહેરનામું

(ફાઈલ તસવીર)

ગાંધીનગરઃ ગુજરાત સહિત દેશભરમાં હાલ કોરોના સંક્રમણ કાબુમાં છે. ગુજરાતમાં કોરોના વાયરસના પ્રકોપને પગલે લગાવવામાં આવેલા નિયંત્રણોને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. સૂત્રોના કહેવા મુજબ સરકાર થોડા દિવસમાં જ કોરોના નિયંત્રણમાં મોટી છૂટછાટની જાહેરાત કરી શકે છે. રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કરવાની કવાયત હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં 1 ડિસેમ્બરથી છૂટછાટ મળી શકે છે. આ મુદ્દે ગૃહ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે. નિયંત્રણમાંથી જે મોટી છૂટછાટ મળવાની છે તેમાં રાત્રિ કર્ફ્યૂ, જાહેર કાર્યક્રમોમાં ભેગા થતા માણસોની સંખ્યામાં વધારો મળી શકે છે.આ પહેલા મુખ્યમંત્રી કક્ષાએ નિયંત્રણો હળવા કરવા માટે સમીક્ષા કરવામાં આવી હતી.   

હાલ કોરોના નિયંત્રણો અમલી હોવા છતાં પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે ત્યારે હવે નિયમો મજાકરૂપ ન બને તે માટે સરકાર નિયંત્રણોમાં વધુ મુક્તિ આપે અને ખાસ કરીને રાત્રિ કર્ફ્યૂ હટાવી લે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વેપારી અને ઔદ્યોગિક સંગઠનોએ સરકાર પાસે ફરજીયાત માસ્કથી મુક્તિ આપવા, કર્ફ્યૂ રદ કરવા સહિતની માંગણીઓ અગાઉ કરેલી છે. જેના પર સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch