Thu,25 April 2024,6:56 am
Print
header

Big news- ગુજરાતમાં 31 માર્ચ સુધી લોકડાઉન, DGPએ કહ્યું નિયમભંગ કર્યો તો કાર્યવાહી થશે

ગાંધીનગરઃ દેશમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર થઇ છે, રાજ્યમાં 30 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે અને એક દર્દીનું મોત થઇ ગયું છે, હવે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે કે આજે રાત્રે 12 વાગ્યાથી ગુજરાતમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેથી મેડિકલ સેવાઓ જેવી ઇમરજન્સી સેવા સિવાય તમે ઘરની બહાર નીકળી શકશો નહીં.જો તમે કામ વગર બહાર નીકળ્યાં છો તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી કરાશે, તમે ખાનગી બાઇક અને કાર લઇને પણ બહાર નીકળી શકશો નહીં.

રેલવે અને એસટી સેવાઓ સંપૂર્ણ રીતે બંધ રહેશે, બેંકો, એટીએમ, ફાઇનાન્સ કંપનીઓ, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે, પેટ્રોલ પંપ, કરિયાણાની દુકાનો, શાકભાજીની, દૂધની દુકાનો ચાલુ રહેશે, મીડિયાની ઓફિસો ખુલ્લી રહેશે, નિયમોનો અમલ કરાવવા માટે પોલીસ દ્વારા વધુ જવાનો ઉતારી દેવામાં આવશે. જો કે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકોને જવા દેવામાં આવશે, ગુજરાત રાજ્યની અન્ય રાજ્યો સાથેની સરહદો સીલ કરી દેવામાં આવી છે, ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી કોઇ આવી શકશે નહીં અને ગુજરાત બહાર પણ કોઇ જઇ શકશે નહીં, તમામ વાહનો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે અમારી પણ તમને અપીલ છે કે ઘરની બહાર ન નીકળો અને કોરોના સામેની લડાઇમાં સપોર્ટ કરો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar