Fri,26 April 2024,2:17 am
Print
header

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારનું નક્કિ, રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત

મેવાણી કોંગ્રેસમાં જોડાઇ શકે છે, અનેક નેતાઓના પત્તા કપાશે 

અમદાવાદઃ રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસને ફરી સક્રિય કરવા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. તેમની મુલાકાત સમયે જ ગુજરાત કોંગ્રેસમાં મોટા પાયે ફેરફાર થવાનું નક્કિ જેવું છે.વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ તેમના પદ પરથી રાજીનામા આપી દીધાને ઘણો સમય થઈ ગયો છે, તેમના સ્થાને નવા હોદ્દેદારો જાહેર કરાયા નથી, હવે તેમના રાજીનામા સ્વીકારીને તેમની જગ્યાએ યુવા નેતાઓને સ્થાન અપાઇ શકે છે.

ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસની સંયોજકોની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં ભાગ લેવા રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે,આ માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. પંજાબમાં પરિવર્તન બાદ રાજસ્થાનમાં પણ કોંગ્રેસ જડમૂળથી પરિવર્તન કરવા ઈચ્છે છે. જે બાદ ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તન કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો અને થોડી સીટો માટે જ સત્તાથી વંચિત રહી ગઈ હતી. જે બાદ કેટલાક નેતાઓએ પક્ષપલટો કરતા કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. રાજ્યસભા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજ્ય થયો હતો. ત્યારે હવે ટૂંક સમયમાં જીગ્નેશ મેવાણી જેવા યુવા નેતા કોંગ્રેસમાં જોડાઇ શકે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch