Sat,20 April 2024,5:05 am
Print
header

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કૉંગ્રેસનું રાજ્યવ્યાપી પ્રદર્શન, અમિત ચાવડા સાથે અનેક કાર્યકરોની અટકાયત

વિરોધ પ્રદર્શનમાં સોશિયલ  ડિસ્ટન્સિંગના ધજાગરા 

અમદાવાદ: એક તરફ કોરોનાનાં કહેરને લઇને દેશમાં આર્થિક મંદી જોવા મળી રહી છે, બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત ભાવધારાએ મધ્યમવર્ગની કમર તોડી નાંખી છે ત્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સમગ્ર ભારતમાં કોંગ્રેસ દ્ધારા પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો પાછો ખેંચવા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ ભાવધારા વિરુધ્ધમાં રાજ્યવ્યાપી દેખાવો યોજવામાં આવ્યા છે. અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરતા ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

અમદાવાદના સરદારબાગ વિસ્તારમાં દેખાવો કરતાં કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના 30થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. સરદારબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પદયાત્રાનો કાર્યક્રમ કોંગ્રેસ દ્ધારા યોજાયો હતો. જો કે આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. વિરોધ કરનારા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો એકબીજાની નજીકમાં જ ઉભા હતા. જેનાથી કોરોના વાઇરસના સંક્રમણનો ખતરો વધી જાય છે. 

રાજકોટમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનાં મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ ગળામાં બેનરો પહેરી ઘોડે ચડી અને કેટલાક વોર્ડમાં સાયકલ ફેરવીને વિરોધ નોંધાવ્યો હતો. મંજૂરી નહીં છતાં આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા  ઘોડા પર બેસીને અને સાયકલ ફેરવીને વિરોધ કરવામાં આવતા પોલીસે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ માસ્ક પહેર્યાં ન હતા અને ટોળામાં ઊભા રહીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના એક કાર્યકરે તો શર્ટ કાઢી ઘોડા પર ચડી વિરોધ કર્યો હતો.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch