નવી દિલ્હી: ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અને નેતા વિપક્ષને લઈને દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસ સ્થાને બેઠક મળ્યાં બાદ સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતાના નામ પર મ્હોર મારી દીધી છે. ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ પદે જગદીશ ઠાકોર અને નેતા વિપક્ષના પદે સુખરામ રાઠવા (પાવી જેતપુર ક્વાંટ બેઠક પરથી ધારાસભ્ય) ની પસંદગી થઈ હોવાની ચર્ચાઓ છે આ બંને નામ લગભગ નક્કિ જેવા જ છે.
ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ગૂંચવાયેલું કોકડું ઉકેલાઈ ગયું છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હતુ, હવે કોંગ્રેસે નવા નામો નક્કિ કરી દીધા છે. આવનાર વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષો તેની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીને લઇને રણનીતિ તૈયાર કરી રહી છે. હવે જોવું રહ્યું કે કોંગ્રેસનું આ પરિવર્તન વિધાનસભા 2022 માં પાર્ટીને કેટલો ફાયદો કરાવી શકે છે.
કોંગ્રેસે ઓબીસી સમાજના લિડર જગદીશ ઠાકોર અને આદિવાસી સમાજમાંથી સુખરામ રાઠવાની પસંદગી કરી હોવાના અહેવાલ છે, જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને ઠાકોર સમાજના મોટા નેતા છે, કોંગ્રેસના સિનિયર લિડર છે. બીજી તરફ પાટીદાર નેતા હાર્દિક પટેલને કોંગ્રેસે હાલમાં કોઇ મોટી અન્ય જવાબદારી આપી નથી. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકી જેવા નેતાઓ પણ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં હતા.જો કે કોંગ્રેસ કલાકોમાં આ મામલે સત્તાવાર જાહેરાત કરશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23