Thu,25 April 2024,8:02 pm
Print
header

જયરાજસિંહ પરમારનો સવાલ, ગુજરાતમાં કોરોનાની ભયાનક સ્થિતી પર સાધુ-સંતો કેમ ચૂપ થઇ ગયા છે ?

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઇરસથી હડકંપ મચી ગયો છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં રોજના 4 હજારની આસપાસના કેસ આવી રહ્યાં છે, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં મોતનો આંકડો વધી રહ્યો છે, લોકોની હાલત દયનીય બની છે, રેમડેસિવિરના ઇન્જેક્શન માટે દર્દીઓના સગાંઓ વલખા મારી રહ્યાં છે અનેક લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યાં છે ત્યારે આ બધાની વચ્ચે હવે રાજનીતિ પણ શરૂ થઇ છે, ઇન્જેક્શન રાજ્યમાં ક્યાંય ન મળતા હોવાનો કોંગ્રેસનો દાવો છે અને બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 5 હજાર ઇન્જેક્શન ખરીદીને ફ્રીમાં આપવાનું શરૂ કર્યું છે જો કે આવી રીતે દર્દીના ડોક્યુમેન્ટ વગર પાટીલને આટલી મોટી સંખ્યામાં ઇન્જેક્શન કોને આપ્યાં તે સૌથી મોટો સવાલ છે. આ મામલે કાયદાકીય કાર્યવાહી થવી જ જોઇએ.

રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે લોકોમાં જોરદાર રોષ છે વિજય રૂપાણી સરકાર સામે આક્રોશ ફેલાઇ ગયો છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે એક ટીવી ચેનલ પર ભાજપની ઝાટકણી કાઢી છે તેમને કહી દીધું છે કે આ સરકાર સંપૂર્ણ નિષ્ફળ છે, કોંગ્રેસ કે સોનિયા ગાંધીની કોઇ વાત પર વિરોધ કરવા આવી જતા સાધુ સંતો પણ આજે ચૂપ બેઠા છે રાજ્યમાં લોકો મરી રહ્યાં છે અને સમાજના કહેવાતા અગ્રણીઓ અને ઉદ્યોગપતિ પણ ચૂપ થઇ ગયા છે. કોઇ જનતાની સાથે દેખાઇ રહ્યાં નથી. 

ભાજપ સરકારના ખાસ સમર્થકો એવા સ્વામીનારાયણના સંતો અને કથાકાર મોરારીબાપુ જેવા સંતો પણ આજે ચૂપ થઇ ગયા છે જનતામાં આક્રોશ છે તેમને મદદ નથી મળી રહી અને આજે મોટી હસ્તીઓ સરકાર સામે કંઇ બોલી શકતી નથી, ત્યારે આગામી સમયમાં જો આમ જ ચાલશે તો કોરોનાથી મોતનો આંકડો વધશે તે નક્કિ છે પ્રજાની હાલત પણ આજે દયનિય બની છે. કોરોનાના દર્દીઓ અને તેમના સંબંધીઓ આજે મદદ માટે રડી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch