Wed,24 April 2024,11:38 am
Print
header

વિજય રૂપાણી સરકાર સામે કોંગ્રેસ હવે કોર્ટમાં જશે, રાજ્યમાં કોરોનાથી 2 લાખ લોકોનાં મોત થયાનો દાવો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ મચાવેલા હડકંપ મુદ્દે હવે ગુજરાત કોંગ્રેસ રૂપાણી સરકાર સામે લડી લેવાના મુડમાં છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, રાજ્યમાં 2 લાખથી વધુ લોકોના કોરોનાથી મૃત્યું થઇ ગયા છે અને રાજ્ય સરકાર સાચા આંકડા છુપાવી રહી છે. કોંગ્રેસ મૃત્યુંના આંકડાઓને લઇને હવે કોર્ટમાં જશે. સરકાર કોરોનાથી થયેલા મોતના આંકડા છુપાવી રહી છે. કોંગ્રેસે સરકાર પાસે મૃતકોના નામ અને મોતના કારણ સાથે શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે. કોરોના મહામારીમાં 13 મહિનામાં જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે તે તમામના પરિવારને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ સરકાર 4 - 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે નામદાર હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી છે કે સરકાર આંકડાઓ છુપાવે છે.

અમતિ ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે પરંતુ ગામડાંઓમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. સારવાર અને ટેસ્ટિંગના અભાવે ગામડાંઓમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે, ભયનો માહોલ છવાઇ ગયો છે. બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર પણ ખૂટી પડ્યાંનું આપણે જોયું છે. રેમડેસિવિર ઈન્જેક્શન માટે દર્દીઓ ભટકી રહ્યાં છે અને મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. આ માટે સરકારનો ખોટો વહીવટ અને સંકલન જવાબદાર છે. સરકારી આંકડાઓ મુજબ આજની તારીખે માત્ર 8200 જેટલા લોકોના મૃત્યું થયા છે. જ્યારે કોંગ્રેસે આ આંકડો 2 લાખ ગણાવ્યો છે.

જે લોકોના મૃત્યું થયા છે એમાંથી મોટા ભાગના લોકો ગરીબ, મધ્યમવર્ગ અને જરૂરીયાત મંદ પરિવારોમાંથી છે અનેક પરિવારમાં જેનો કમાનાર મુખ્ય વ્યક્તિ કોરોના સંક્રમણનો ભોગ બની મૃત્યું પામ્યા છે એવા સંજોગોમાં આજે ગુજરાતના મહામારીના સમયમાં પેન્ડેમીક એક્ટ, ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 આ કાયદાઓ હેઠળ નિયંત્રણો અને કાયદાઓ અમલમાં છે. સરકાર દ્વારા શિક્ષાત્મક જોગવાઈ ભરપુર ઉપયોગ કરવામાં આવે છે, માસ્ક ના પહેર્યું હોય તો રૂ.1000નો દંડ, અનેક એકમોને સીલ કરી દેવામાં આવ્યાં છે, અનેક લોકો સામે પોલીસ કેસ કરવામાં આવે છે અને અનેક જાતની શિક્ષાત્મક કાર્યવાહીઓ છેલ્લા 1 વર્ષથી કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર પ્રજાની સેવામાં નિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસનો સનસનીખેજ આરોપ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch