Thu,25 April 2024,10:06 pm
Print
header

મોટા સમાચારઃ સીએમ હાઉસે મળી બેઠક, CM સહિત 17 ધારાસભ્યો લેશે મંત્રીપદના શપથ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહને માત્ર બે કલાક બાકી છે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સીએમ હાઉસ ખાતે મળેલી બેઠકમાં 17 લોકો હાજર રહ્યાં હતા.જેમાં શપથ લેનારા 16 ધારાસભ્યો અને સીએમ બેઠકમાં હાજર રહ્યાં હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ બેઠકમાં હાજર હતા. આ સિવાય અન્ય ધારાસભ્યો હાજર રહ્યાં ન હોવાથી 16 ધારાસભ્યો અને ભૂપેન્દ્ર પટેલ મળીને 17 ધારાસભ્યો જ શપથ લે તેવી પૂરી સંભાવના છે.

આ પહેલા આજે પીએમ મોદીએ ગાંધીનગરની હોટલ લીલા ખાતે ચૂંટાયેલા ધારાસભ્યો સાથે લંચ કર્યું હતુ, જેમાં તેમણે ચૂંટાયેલા તમામ સભ્યોને અભિનંદન આપીને પક્ષને વધુ મજબૂત કરવાની હાંકલ પણ કરી. 

આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે.આ તરફ મંત્રી મંડળના શપથ માટે ધારાસભ્યોને ફોન આવ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch