Fri,19 April 2024,12:36 pm
Print
header

ગુજરાતના મુખ્યપ્રધાન તો માત્ર નીતિન પટેલ જ, સમર્થકો બેનરો સાથે ઉતર્યાં રસ્તા પર

નીતિન પટેલને સીએમ બનાવવાની સમર્થકોની માંગ

અમદાવાદઃ વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના નવા મુખ્યપ્રધાન કોણ હશે તેના પર સૌ કોઇની નજર છે, ત્યારે હવે ડે.સીએમ અને પાટીદાર નેતા નીતિન પટેલને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવાની માંગ ઉઠી છે. શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં નીતિન પટેલના સમર્થકો બેનરો લઇને રસ્તા પર ઉતર્યાં છે લખ્યું છે ગુજરાતના મુખ્યપ્રધાન માત્ર નીતિન પટેલ જ, જાગૃત અને બાહોશ નીતિન પટેલને સીએમ બનાવો.

સરદાર પટેલ ગાર્ડન બહાર સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યાં નીતિન પટેલ તુમ આગે બઢો...હમ તુમ્હારે સાથ હૈ...અગાઉ પણ તેમના સમર્થકો આવી માંગ કરી ચુક્યાં છે બીજી તરફ નીતિન પટેલના નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવાઇ છે, જેના પરથી પણ લાગી રહ્યું છે કે નીતિન પટેલ સીએમ પદના પ્રબળ દાવેદાર હોય શકે છે. તેઓનો વહીવટી અનુભવ અને અધિકારીઓ પરનો હોલ્ડ ભાજપને ફાયદાકારક બની શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોનો રોષ ઠારવા પણ નીતિન પટેલને સત્તા સોંપવી ફાયદાકારક બની શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch