Fri,26 April 2024,5:05 am
Print
header

ગુજરાતમાં લોકડાઉનને લઇને સૌથી મોટા સમાચાર, 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ રહેશે- સંપૂર્ણ લોકડાઉન નહીં

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે લાગી રહ્યું હતુ કે સરકાર થોડા દિવસો માટે સંપૂર્ણ લોકડાઉન આપી શકે છે જો કે વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય કરાયો છે કે રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ રહેશે અગાઉ મનપાઓ સહિત 29 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાદી દેવામા આવ્યો હતો હવે વધુ 7 શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાતના 8 થી સવારે 6 વાગ્યાની વચ્ચે કર્ફ્યૂ રહેશે, જેમાં ઇમરજન્સી સેવાઓ સિવાય બધુ બંધ રહેશ. જેનો અમલ 6 મેથી 12 મે 2021 સુધી રહેશે

સરકારની જાહેરાત મુજબ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાનો, શાકભાજી-ફળ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે, નાઇટ કર્ફ્યૂવાળા 36 શહેરોમાં ઉદ્યોગો અને કંપનીઓમાં નિયમો મુજબ કામકાજ ચાલુ રહેશે. ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફની હાજરી, ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલનના ચેકિંગ માટે જીએસટી વિભાગના અધિકારીઓ ચેકિંગ કરશે, નિયમોનો ભંગ કરનારી ખાનગી ઓફિસો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch