Thu,25 April 2024,12:47 am
Print
header

શું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની પશ્ચિમ બેઠક પરથી લડશે ચૂંટણી ? Gujarat Post

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જ વજુભાઇ વાળા, નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી લડ્યાં હતા ચૂંટણી 

હાલમાં ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી છે ધારાસભ્ય 

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કઈ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તેને લઈને ચર્ચાઓ શરુ થઇ ગઈ છે, હવે રાજકોટની પશ્ચિમ બેઠકને લઇને સમાચાર આવી રહ્યાં છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડશે. સૌરાષ્ટ્રના રાજકીય સૂત્રો પાસેથી મળતી માહતી મુજબ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડી શકે છે.

ચૂંટણીમાં સૌરાષ્ટ્રની બેઠકોનું ખાસ મહત્વ વધી જાય છે. રાજકોટ પશ્ચિમ બેઠક કે જે ખુબ જ મહત્વની છે તે અંગે ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો મેળવવા પ્રયત્ન કરશે.થોડા સમય અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ, ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. જેઓ આ બેઠક પરથી ચૂંટાઇ આવ્યાં હતા.જો કે તેમને હવે ટિકિટ નહીં મળે તેવી ચર્ચાઓ છે.

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપના દિગ્ગ્જ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા ઘણા વર્ષો સુધી ચૂંટણી લડીને જીત્યા હતા. આ બેઠક પરથી જ નરેન્દ્ર મોદી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા.નરેન્દ્ર મોદી માટે આ બેઠક વજુભાઇ વાળાએ ખાલી કરી હતી. મોદી બાદ આ બેઠક પરથી વિજય રૂપાણી ચૂંટણી જીત્યા હતા. વિધાનસભા ચૂંટણી માટે આ બેઠક પર પાટીદાર તેમજ અન્ય સમાજે અત્યારથી જ દાવેદારી શરૂ કરી દીધી છે.

સૌરાષ્ટ્રમાં હાલ ચર્ચાઓ થઇ રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. રાજકોટમાં વિધાનસભાની પશ્ચિમની બેઠક 69 ભાજપ માટે મહત્વની બેઠક છે. અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે જો પક્ષ ટીકીટ આપશે તો હું ચૂંટણી લડીશ નહીંતર હું પક્ષને જીતાડવા મહેનત કરીશ. જો કે આ બેઠક ભાજપ માટે સુરક્ષિત હોવાથી ભૂપેન્દ્ર પટેલને ભાજપ હાઇ કમાન્ડ ચૂંટણી લડાવી શકે છે. જ્યારે ઘાટલોડિયામાં અન્ય કોઇ ઉમેદવારને મોકો આપી શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch