Wed,24 April 2024,8:23 pm
Print
header

નવી કેબિનેટમાં 17 મંત્રીઓના ખાતાની થઇ ફાળવણી, CM ભૂપેન્દ્ર પટેલે મહત્વના ખાતા રાખ્યાં પોતાની પાસે

ગાંધીનગરઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રીઓએ શપથ લીધા બાદ તેમના ખાતાઓની ફાળવણી થઇ છે, મહેસૂલ સહિતના મહત્વતના ખાતાઓ ભૂપેન્દ્ર પટેલે પોતાની પાસે રાખ્યાં છે, વડોદરાના બાલકૃષણ શુક્લ મુખ્ય દંડક બન્યાં છે, ડાંગના વિજય પટેલ અને બોરસદના રમણસિંહ સોલંકીને નાયબ દંડક બનાવાયા છે, રૂષિકેશ પટેલ અને કનુ પટેલને સરકારના પ્રવક્તા બનાવાયા છે.
 
મંત્રીઓના ખાતાની ફાળવણી
 
1. ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી - ઘાટલોડિયા (અમદાવાદ શહેર)- સામાન્ય વહીવટ, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પાટનગર યોજના, ખાણ-ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા-કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંદી-આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તમામ નીતિ વિષયક બાબતો
 
કેબિનેટ મંત્રીઓ 
 
1. કનુભાઈ દેસાઈ - પારડી (વલસાડ)નાણાં, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ
 
2. રૂષિકેશ પટેલ - વિસનગર (મહેસાણા) આરોગ્ય-પરિવાર કલ્યાણ, ઉચ્ચ શિક્ષણ, ટેક્નીકલ એજ્યુકેશન, સંસદીય બાબતો
 
3. રાધવજી પટેલ - જામનગર ગ્રામ્ય, કૃષિ-પશુપાલન, મત્સ્ય,  ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
 
4. બળવંતસિંહ રાજપૂત - સિધ્ધપુર (પાટણ) ઉધોગ મંત્રી, કુટિર-ખાદી-ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર

5. કુંવરજી બાવળીયા- જસદણ (રાજકોટ) જળ સંપત્તિ અને પાણી પુરવઠો, અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો

6. મૂળુભાઈ બેરા - જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા) પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ 

7. ડો.કુબેર ડિંડોર - સંતરામપુર (પંચમહાલ) આદિજાતિ વિકાસ મંત્રી, પ્રાથમિક-માધ્યમિક અને પૌઢ શિક્ષણ

8.ભાનુબેન બાબરિયા - રાજકોટ ગ્રામ્ય, સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ આયોગ  

રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)

1. હર્ષ સંઘવી- મજૂરા (સુરત)-રમત ગમત અને યુવક સેવા,સ્વૈછિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા( તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ

2. જગદીશ વિશ્વકર્મા- નિકોલ(અમદાવાદ)- સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, ગ્રામ ગૃહ નિર્માણ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર-ખાદી અને ગ્રામોઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન

રાજ્યકક્ષાના મંત્રીઓ

1. પરષોત્તમ સોલંકી - ભાવનગર ગ્રામ્ય, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન 

2. બચુભાઇ ખાબડ- દેવગઢ બારિયા, પંચાયત અને કૃષિ

3. મુકેશ પટેલ- ઓલપાડ (સુરત) વન અને પયૉવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠો

4. પ્રફુલ પાનસેરિયા, કામરેજ (સુરત)- સંસદીય બાબતો, પ્રાથમિક- માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ

5. ભીખુસિંહ પરમાર- મોડાસા (અરવલ્લી) અન્ન અને નાગરિક પુરવઠો, સામાજિક ન્યાય અને અધિકારીતા

6. કુંવરજી હળપતિ- માંડવી (સુરત) - આદિજાતિ વિકાસ, શ્રમ અને ગ્રામવિકાસ 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch