Sun,16 November 2025,6:34 am
Print
header

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણઃ સ્ટેજ પર 28 ખુરશી મુકવામાં આવી, પૂર્ણ કદનું કેબિનેટ મળવાની શક્યતા

  • Published By dilip patel
  • 2025-10-17 08:58:20
  • /

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. સવારે 11.30 કલાકે મહાત્મા મંદિરમાં કાર્યક્રમ યોજાશે.શપથવિધિ સ્થળના મુખ્ય સ્ટેજ પર 28 ખુરશીઓ ગોઠવાઈ છે. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં સભ્યો 28 હોય શકે છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 સભ્યો છે અને બંધારણ મુજબ વધુમાં વધુ 27 મંત્રીઓની નિમણૂંક કરી શકાય છે. એટલે કે, ગૃહની કુલ સંખ્યાના 15%. આમ, મહાત્મા મંદિરના સ્ટેજ પર 27 ખુરશીઓ દેખાતા મંત્રીમંડળના કદનો અંદાજો અત્યારથી જ લગાવી શકાય છે.

સ્ટેજ પર સૌથી વધુ સંખ્યા કરતા એક ખુરશી વધુ ગોઠવવામાં આવી છે. આ સાથે જ પૂર્ણ કદના મંત્રી મંડળની અટકળો તેજ થઈ છે. જો કે અંતિમ સમયે સરકાર તરફથી સંકેતો મળતા બેઠક વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. મુખ્યમંત્રી સહિત પૂર્ણ કદના મંત્રી મંડળમાં 15 ટકા પ્રમાણે 27 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે.

શપથ વિધિને લઈને મહાત્મા મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. 2 Dysp, 20 પોલીસ ઇન્સ્પેકટર,30 પીએસઆઈ ઉપરાંત 450 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત મૂકાયો છે. ગઈકાલે મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાતને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી, હવે આ મુલાકાત અત્યારે છે.

ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામું આપનાર 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. તેમાંથી કેટલાકને પ્રમોશન તો કેટલાકના ખાતા બદલાઈ શકે છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch