Sat,14 March 2026,1:53 am
Print
header

ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા

  • Published By dilip patel
  • 2026-02-18 15:44:26
  • /

ગાંધીનગરઃ નાણાં પ્રધાન કનુભાઇ દેસાઇએ આજે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ  કર્યું હતું. બજેટમાં આપવામાં આવેલી વિગત પ્રમાણે, રાજ્યમાં કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી છે અને 6 શહેરોમાં જીએસટી બાયોમેટ્રિક વેરિફિકેશનની સુવિધા આપવામાં આવશે.

આર્થિક વિકાસને વેગ આપવા માટે, રાજ્ય સરકાર નેક્સ્ટ જેન GST 2.0 સુધારાઓ અમલમાં મૂકી રહી છે. આ ફેરફારો દ્વારા ગુજરાતના નાગરિકોને એક જ વર્ષમાં અંદાજે રૂ. 11,000 કરોડની ટેક્સ રાહત મળવાની અપેક્ષા છે. વધુ 6 શહેરોમાં GST બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેવાઓ મળશે. નોંધણી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે, રાજ્ય સરકાર બાયોમેટ્રિક અને દસ્તાવેજ ચકાસણીની સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. જામનગરમાં સફળ શરૂઆત બાદ, હવે આ સેવાઓ આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ અને પાટણમાં પણ શરૂ કરવામાં આવશે.

ઉપરાંત વ્યવસાયોમાં રોકડ પ્રવાહ  જળવાઈ રહે તે માટે, સરકાર હવે માત્ર સાત દિવસમાં ટેક્સની રકમના 80 ટકા પ્રોવિઝનલ રિફંડ તરીકે પરત કરવામાં આવશે. રૂ. 2.5 લાખ સુધીની માસિક ટેક્સ જવાબદારી ધરાવતા લઘુ અને મધ્યમ ઉદ્યોગો હવે માત્ર ત્રણ કામકાજના દિવસોમાં GST નંબર મેળવી શકશે.

GST રિટર્ન ફાઈલિંગની શિસ્તમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. રાજ્યમાં GST કલેક્શનમાં 12 ટકા નો વધારો જોવા મળ્યો છે અને નોંધાયેલા કરદાતાઓની સંખ્યા વધીને 13.96 લાખ થઈ ગઈ છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch