Sat,14 March 2026,2:24 am
Print
header

ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું

  • Published By dilip patel
  • 2026-02-18 15:16:26
  • /

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે કુલ રૂ. 4,08,053 કરોડનું જંગી બજેટ જાહેર કરવામાં આવ્યું છે.

બજેટ હાઈલાઈટ્સ

- 10 નવીન ઘાસ ગોડાઉન બાંધકામ અને કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્ટોરેશન માટે રૂ. 68 કરોડની જોગવાઇ. 

- સામાજિક વનીકરણ ક્ષેત્રે નર્સરીઓમાં મોટા રોપા તૈયાર કરવા રૂ. 50 કરોડની જોગવાઇ.

- તૃણભક્ષી પ્રાણીઓ માટે બ્રીડિંગ સેન્‍ટર બનાવવા અને ડીસા ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવા રૂ. 40 કરોડની જોગવાઇ.

- નદીઓના બન્ને કાંઠે સઘન વાવેતર થકી રીવરાઇન લેન્‍ડસ્કેપ રીસ્ટોરેશન એન્‍ડ ડેવલપમેન્‍ટ તેમજ ગ્રીન વોલ ઓફ અરવલ્લી હેઠળ રૂ. 32 કરોડની જોગવાઇ.

- હેરીટેજ વૃક્ષોના રક્ષણ માટે એગ્રો ફોરેસ્ટ્રી તેમજ હેરીટેજ ટ્રી ટુ ફાર્મર્સ માટે રૂ. 26 કરોડની જોગવાઇ.

- ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારને વન કવચ હેઠળ સુશોભિત કરી હરિયાળુ બનાવવા રૂ. 25 કરોડની જોગવાઇ.

- ઇકો ટુરિઝમ અને દરિયાઇ પર્યટન વિકસાવવા તેમજ આઇલેન્‍ડ વિકસાવવા માટે રૂ. 20 કરોડની જોગવાઇ. 

- આદિજાતિ વિસ્તારમાં કૌશલ્ય વર્ધનથી વનવાસીઓની રોજગારીમાં સુધારો કરવા રૂ. 10 કરોડની જોગવાઇ.

- આહવા ખાતે વન વિજ્ઞાન કેન્‍દ્રની સ્થાપના કરવા અને અંબાજી ખાતે લોગ હટ બનાવવા રૂ.8 કરોડની જોગવાઇ.

- અખિલ ભારતીય રમતગમત સ્પર્ધા-2026 નું આયોજન કરવા રૂ. 7 કરોડની જોગવાઇ.

- ખેતીવાડી ફીડરોના નેટવર્કની સુધારણા માટે સર્જન યોજના અંતર્ગત રૂ. 25 કરોડની જોગવાઇ.

- વીજ સલામતી પ્રત્યે જન જાગૃતિ કેળવી અકસ્માત નિવારણ તથા વીજ કર્મચારીની વ્યક્તિગત સુરક્ષા માટે સાધનોની ખરીદી હેતુ રૂ.7 કરોડની જોગવાઇ.

- ઊર્જા ક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાના હેતુસર એનર્જી ઇનોવેશન ફંડ માટે રૂ.5 કરોડની જોગવાઇ.

- આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુકત વીજળી પૂરી પાડવા જનજાતિય કલ્યાણ યોજના હેઠળ રૂ.201 કરોડની જોગવાઇ. 

- પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે રૂ.200 કરોડની જોગવાઇ. 

- રસ્તાઓના વિસ્તૃતિકરણ વખતે અડચણરૂપ હયાત ટ્રાન્‍સમીશન લાઇન અને સંલગ્ન વીજમાળખાનું શિફટીંગ કરવા માટે રૂ.125 કરોડની જોગવાઇ.

- રાજ્યના યાત્રાધામોમાં સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે હેતુ ગ્રીન અને વીજસલામત ઝોન વિકસિત કરવા રૂ. 100 કરોડની જોગવાઇ. 

- હાલના ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે રૂ. 100 કરોડની જોગવાઇ.

- કિસાન સૂર્યોદય યોજના મારફત ખેડૂતો માટે દિવસના સમયે વીજ પુરવઠો આપી શકાય તે સુનિશ્ચિત કરી રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતાં કુલ 17 હજાર 249 ગામોમાં આવેલ ખેતી આધારિત કુલ 20 લાખ 85 હજાર વીજગ્રાહકો પૈકી 17 હજાર ૫૨ ગામોમાં 19 લાખ 9 હજાર વીજગ્રાહકોને દિવસે વીજળી આપવામાં આવી રહેલ છે. 

- આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે રૂ. 1166 કરોડની જોગવાઇ.

- ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રૂ.500 કરોડની જોગવાઇ. 

- સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે રૂ. 350 કરોડની જોગવાઇ. 

પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ 20 હજાર 444 રહેણાક મકાનો પૂરા પાડવાના આયોજન છે. જે માટે આ બજેટમાં રૂ. 1571 કરોડની જોગવાઇ.

- રાજ્યના પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ-107 મકાનો બનાવવા રૂ. 136 કરોડની જોગવાઇ. 

- DIAL 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી 3 હજાર જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ.

- Rogue Drone તોડી પાડવા ચાર Anti Drone Systemની ખરીદી માટે રૂ. 20 કરોડની જોગવાઇ.

- આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલીંગને સુદ્રઢ કરવા 50 Special Operational Vehicle ખરીદવા રૂ. 9 કરોડની જોગવાઇ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch