પ્રતિકાત્મક ફોટો
ગાંધીનગરઃ ગુજરાત બોર્ડે શનિવારે, 04 જૂન 2022 ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ (વર્ગ 12) વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ હવે ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યૂકેશન(GSEB) ની અધિકૃત વેબસાઇટ gseb.org પર જઈને તેમનું પરિણામ (GSEB HSC પરિણામ 2022) ચકાસી શકે છે. પરિણામ તપાસવા માટે એડમિટ કાર્ડ પર લખેલા બેઠક નંબરની જરૂર પડશે.
GSEB HSC 12માં સામાન્ય પ્રવાહનું પરિણામ કેવું રહ્યું ?
વિદ્યાર્થીઓની કુલ સંખ્યા - 3,35,145
એકંદરે પાસની ટકાવારી - 86.91%
છોકરીઓ પાસ થવાની ટકાવારી - 89.23%
છોકરાઓ પાસ થવાની ટકાવારી - 84.67%
1064 શાળાઓમાં 100% પાસ
પરિણામ તપાસવાની આ રીત છે
પગલું 1: સૌ પ્રથમ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
પગલું 2: હોમ પેજ પર આપેલ લિંક 'GSEB HSC પરિણામ 2022' પર ક્લિક કરો.
પગલું 3: તમારો 6 અંકનો સીટ નંબર દાખલ કરો.
પગલું 4: તમારું પરિણામ સ્ક્રીન પર ખુલશે.
પગલું 5: તેને તપાસો અને ડાઉનલોડ કરો.
જેમાં સુબીર, છાપી, અલારસ કેન્દ્રનું પરિણામ 100 ટકા આવ્યું છે.ડભોઈ કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 56.43 ટકા આવ્યું છે. આ વર્ષે સૌથી વધારે પરિણામ ધરાવતા જિલ્લો ડાંગ રહ્યો છે.ડાંગ જિલ્લાનું પરિણામ 95.41% રહ્યું છે.સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા રહ્યો છે. વડોદરાનું પરિણામ 76.49% રહ્યું છે. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1064 છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 3 જૂન શુક્રવારના રોજ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે ગુજરાત બોર્ડ 4 જૂન, 2022 ના રોજ 12મી સામાન્ય પ્રવાહ, વ્યવસાયિક પ્રવાહ, UUB પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગ્યે જાહેર કરશે. GSEB 12મી સાયન્સ અને સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી જેમાં 5 લાખથી વધુ વિધાર્થીઓ બેઠા હતા. ગુજરાત બોર્ડ (GSEB) એ 12 મેના રોજ HSC વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 2022 જાહેર કર્યું હતું, જેમાં કુલ 68,681 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.વિજ્ઞાન પ્રવાહની પાસ થવાની ટકાવારી 72.02 રહી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18
પોલીસ વિભાગમાં મોટા ફેરફારો...65 ડીવાયએસપીની બદલી, 8 આઇપીએસને અપાયું પોસ્ટિંગ | 2024-03-14 19:05:29