Sat,20 April 2024,12:48 pm
Print
header

બેવડી નીતિઃ સુરત ભાજપની રેલીમાં હજારો લોકોનો જમાવડો, જો તમારો લગ્ન પ્રસંગને છે તો માત્ર 400 ને જ મંજૂરી

સુરતઃ આપની મોટી જીત બાદ ડાયમંડ નગરી સુરત રાજકીય હબ તરીકે ઉભરી રહ્યું છે. બુધવારે સુરતમાં ભાજપનો સ્નેહ મિલનના નામનો શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો, જેમાં હજારોની સંખ્યામાં કાર્યકરો , સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતા. પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપમાં સવાર થઈને માસ્ક પહેર્યાં વગર રોડ શો કર્યો હતો.

એક બાજુ રાજ્યમાં લોકોને કોરોનાથી સાવચેત રહેવા ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે, બીજી તરફ ભાજપના નેતાઓ જ હજારોની સંખ્યામાં ભીડ એકઠી કરી રહ્યાં છે. ડાયમંડ નગરી સુરતમાં ભારતીય જનતા પાર્ટીના યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં પક્ષને કાયદો નડતો ન હોવાનું દેખાઇ રહ્યું છે.મોટાભાગના કાર્યકરો, નેતાઓ માસ્ક પહેર્યાં વગર જોવા મળ્યાં હતા. જે બાદ રાજ્યમાં કાયદો માત્ર આમ આદમી માટે જ હોય તેમ લાગી રહ્યું છે, કાયદો ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓને લાગુ નથી પડતો તેમ લાગી રહ્યું છે.

રાજ્યમાં હજુ ઘણા લોકોએ કોરોના રસીનો પ્રથમ-બીજો ડોઝ લીધો નથી.નિષ્ણાતો પણ આ અંગે કોરોના ફેલાવવાની દહેશત વ્યક્ત કરી ચુક્યાં છે પરંતુ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં જીત મેળવવા દિવાળી સ્નેહમિલનના નામે મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં માસ્ક પહેર્યા વગર લોકોને દંડ કરતી પોલીસને રાજકીય મેળાવડામાં માસ્ક પહેર્યાં વગર કે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યાં વગર ફરતાં કાર્યકરો, નેતાઓ નથી દેખાતા. 

જો સામાન્ય લોકો કોરોના ગાઇડલાઇનનો ભંગ કરે છે તો પોલીસ દંડ કરીને બહાદુરી બતાવે છે પણ રાજકીય મેળાવડામાં આંખ આડા કાન કરે છે.ભાજપ હજારોની સંખ્યા માં ભીડ ભેગી કરે છે, રેલીઓ કાઢે છે તો પણ નિયમોનો ભંગ નહીં અને હાલ લગ્ન પ્રસંગમાં 400 થી વધુ વ્યક્તિ આવે તો કાયદાનો ભંગ ગણીને સામાન્ય લોકો સામે કાર્યવાહી કરાય છે. આમ ભાજપ સરકાર ની બેવડી નીતિની લોકો ટીકા કરી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch