Thu,25 April 2024,2:19 am
Print
header

શું ગુજરાતમાં હવે જાતિવાદને આધારે જ લડાશે આગામી વિધાનસભા ચૂંટણી ?

હાર્દિક પટેલે કહ્યું મુખ્યમંત્રી કોઇ સમાજના નહીં માત્ર ગુજરાતના હોવા જોઇએ, દરેક સમાજને ન્યાય મળવો જોઇએ. 

અમદાવાદઃ ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની તેના પહેલા રાજકીય પાર્ટીઓ અને સંસ્થાઓએ રાજનીતિ શરૂ કરી દીધી છે. નેતાઓ, સામાજિક અગ્રણીઓના નિવેદન પરથી એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં પણ જાતિવાદના બીજ રોપાઈ ગયા છે.થોડા દિવસો પહેલાં રાજકોટના કાગવડ ખાતે પાટીદાર સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી જેમાં ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલે સંકેત આપ્યાં હતા કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, તો સમાજ ઇચ્છે છે કે મુખ્ય મંત્રી પાટીદાર સમાજના હોય. નરેશ પટેલે એમ પણ કહ્યું કે પાટીદાર સમાજ રાજ્યમાં સૌથી મોટો છે. તે વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલો છે અને "ઉચ્ચ કરદાતાઓ"માંનો એક છે. તેમના આ નિવેદન બાદ અન્ય  સમાજના આગેવાનો અને નેતાઓ મુખ્યમંત્રી પોતાના સમાજના હોવા જોઇએ તેવી માંગ કરી રહ્યાં છે.

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પણ જાહેર મંચ પરથી નિવેદન આપતા કહ્યું કે “છેલ્લા 25 વર્ષથી ગુજરાતની ગાદી બીજા સંભાળી રહ્યાં છે. તમે ઘણું રાજ કર્યું હવે અમને રાજ કરવા દો. અમારા હાથમાં રાજ આવ્યું તો ગુજરાતનું કલ્યાણ કરીશું.  ઓબીસી સમાજને સત્તા આપો તો કલ્યાણ થશે. આપણે અહીંયાથી જ સમયનું પરિવર્તન કરવું છે. 2022 ચૂંટણીમાં પરિવર્તની શરૂઆત આજે અહીંથી કરીશું. સોલંકીએ ભાજપ સરકાર પર વેધક સવાલનો મારો ચલાવતા કહ્યું કે બીજા ગાદી સંભાળી રહ્યાં છે તેના કારણે કોનો વિકાસ થયો ? કોણ આગળ વધ્યું, કોને લાભ થયો ? તમે કર્યું તો માત્ર તમારા લોકોનું જ કર્યું?

તેમના આ નિવેદન પર કોંગ્રેસના જ નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમાજના આધારે મુખ્યમંત્રી પદની માંગ કરી રહેલા નેતાઓને ટાર્ગેટ કર્યાં છે. કહ્યું કે, જાતિ આધારે પ્રદેશનું નેતૃત્વ માંગવાનું બંધ કરવામાં આવે, ગુજરાત આપણા સૌની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. પોતાની પોસ્ટમાં હાર્દિક પટેલે કહ્યુ કે, મારી જાતિના મુખ્યમંત્રી, તારી જાતિના મુખ્યમંત્રી ની વાત કરી કર્મભૂમિનું અપમાન કરવું જોઈએ નહીં. પોતાની જાતિના નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહેલા નેતાઓ પર નિશાન સાધ્યું છે. 

 

હાર્દિક પટેલે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ગુજરાતને ગુજરાતના મુખ્યમંત્રીની જરૂર છે. મુખ્યમંત્રી કોઈ સમાજના હોતા નથી. તે દરેક ગુજરાતીઓના હોય છે.તમામ સમાજનું ભલુ કરે તેવા મુખ્યમંત્રીની જરૂર છે. ધર્મ અને જાતિની વાતો બંધ કરી લોકોની વાત કરવી જોઈએ. મુખ્યમંત્રી અન્ય દુખી સમાજનું કામ ન કરતા હોય તેવા મુખ્યમંત્રી કોઈ કામના નથી. જો કે હવે નેતાઓ જાતિવાદ તરફ વળી રહ્યાં છે આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch