Sun,27 November 2022,3:30 am
Print
header

રિવાબાએ નોંધાવી ઉમેદવારી, રવિન્દ્ર જાડેજાએ વીડિયો જાહેર કરીને માંગ્યું સમર્થન- Gujarat Post News

જામનગરઃ વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યાં છે. જેને લઇને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ઉત્સાહિત છે. આજે વિજય મૂહર્તમાં રિવાબાએ ઢોલ-નગાર સાથે વાજતે-ગાજતે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. રવિન્દ્ર જાડેજાએ જામનગરના મતદારોને ભાજપને મત આપવા અપીલ કરી છે.

જાડેજાએ ટ્વિટ કરીને એક વીડિયોમાં કહ્યું કે, મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો, તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી T-20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપે મારા પત્ની રિવાબાને ઉમેદવાર બનાવ્યાં છે. હું જામનગરના તમામ લોકો અને ક્રિકેટ ચાહકોને અપીલ કરીશ કે તેઓ મોટી સંખ્યામાં આવીને તેમને ટેકો આપે. ભાજપને મત આપીને જંગી બહુમતથી વિજય અપાવે. 

રિવાબા એક ઉદ્યોગપતિના પુત્રી છે.તેમણે એપ્રિલ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યાં હતા. અગાઉ રિવાબા કરણી સેના સાથે સક્રિય હતા.એન્જિનિયરિંગના વિદ્યાર્થી રિવાબા 2019માં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. અહીં તેમની જીત નિશ્વત માનવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch