Fri,19 April 2024,5:47 pm
Print
header

નવરાત્રિમાં જ જાહેર થશે ચૂંટણીની તારીખ, ચૂંટણી પંચના ફરી ગુજરાતમાં ધામા- Gujarat Post

(file photo)

ચૂંટણીને લઈને દરેક પક્ષો કરી રહ્યાં છે તૈયારીઓ

જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાનાઓ ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન અપાશે

સંવેદનશીલ બુથ તેમજ જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તેવામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે.આ અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ફરી ગુજરાતની મુલાકાતે આવી છે.જેને લઈને રાજ્યમાં નવરાત્રિ દરમિયાન ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થાય તેવી અટકળો છે.

કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી બે દિવસ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડા સાથે બેઠક કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમની સાથે આ વખતે મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાત આવી રહ્યાં છે. જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાનાઓ ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન આપશે, સંવેદનશીલ બુથ તેમજ જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરશે.

17 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચના 9 સભ્યોનું ડેલિગેશન 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યું હતું. દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા અમદાવાદ ખાતે તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરવામાં આવી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch