ALLEN અને આકાશ જેવા ક્લાસિસમાં ડમી વિદ્યાર્થીઓનો જમાવડો
સ્કૂલમાં જવાનું નહીં અને હાજરી પુરાઇ જાય... ગ્રાન્ટ સરકારની અને ફાયદો કોચિંગ ક્લાસિસને કરાવી રહી છે આવી સ્કૂલો
અનેક સ્કૂલોની માન્યતા રદ્ થાય તેવી સ્થિતી હોવા છંતા સરકારે અત્યાર સુધી કંઇ ન કર્યું
ગાંધીનગરઃ રાજ્યમાં ખાનગી ટ્યૂશન ક્લાસિસ લૂંટ ચલાવી રહ્યાં છે અને ડમી સ્કૂલો સાથે મળીને તેના સંચાલકો કરોડો રૂપિયા ઘરભેગા કરી રહ્યાં છે, સામે પૈસાની વ્યવસ્થા ન હોય તેવા વિદ્યાર્થીઓને સ્કૂલોમાં યોગ્ય શિક્ષણ મળી રહ્યું નથી, પૈસા ખર્ચનારા વાલીઓ પોતાના સંતાનોને માત્ર ક્લાસિસમાં જ મોકલી રહ્યાં છે, આ ક્લાસિસ એવી વ્યવસ્થા કરી દે છે વિદ્યાર્થીઓએ સ્કૂલમાં ન જવું પડે અને તેમની હાજરી પણ પુરાઇ જાય. ખાસ કરીને ધોરણ-10, 11 અને 12 સાયન્સમાં આ કલ્ચર ધૂમ મચાવી રહ્યું છે.
આ બધાની વચ્ચે હવે ગુજરાત સરકારે 8 સભ્યોની કમિટી બનાવી છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ માહિતી આપી છે.
રાજ્ય સરકાર ખાનગી ટ્યૂશન સંચાલકો સામે નિયમન કાયદો લાવશે, 19 સપ્ટેમ્બરે શિક્ષણ બોર્ડના અધ્યક્ષના વડપણ હેઠળ આ કમિટી નિમવામાં આવી છે. કમિટીનું મુખ્ય કામ ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલન માટે કાયદાકીય માળખું તૈયાર કરવાનો રહેશે.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આ કમિટીમાં નિષ્ણાંત વ્યક્તિઓને સામેલ કરાશે. જે તમામ પ્રકારના પાસાઓનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરશે. બાદમાં કમિટિ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે અને તેના પરથી સરકાર નવો કાયદો લાવશે.
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયોને ફોન પર કહ્યું કે આ હુમલો કોઈપણ રીતે વાજબી નથી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
ટ્રાન્સમિશન લાઇન્સ: ગેરમાન્યતાઓ, હકીકતો અને ગુજરાતના ભવિષ્યમાં તેમનું મહત્વ | 2026-06-09 13:24:53
ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર વસતા 501 બાંગ્લાદેશીઓની અટકાયત | 2026-06-04 17:28:39
ગુજરાતની સરકારી શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને લીલીઝંડી: 1808 જગ્યાઓ પર થશે ભરતી | 2026-06-03 18:04:44
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 6 સિનિયર અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | 2026-06-02 18:29:09
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50
અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોર માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ | 2026-06-04 17:49:45
બિલ વગરનો માલ, SGST એ અમદાવાદમાં એક બસમાંથી 120 કિલો ચાંદી અને 700 ગ્રામ સોનું કર્યું જપ્ત | 2026-06-02 13:39:39