અમદાવાદ: માનવ તસ્કરી જઘન્ય અપરાધ છે, પરંતુ તેને લગતા કિસ્સાઓ સામે આવતા રહે છે. તાજેતરનો કિસ્સો ગુજરાતમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 13 વર્ષની તરુણીને 8 વર્ષમાં દુલ્હન બનાવીને 15 પુરુષોને વેચી દેવામાં આવી હતી. પહેલી વખતે તેને 13 વર્ષે વેચવામાં આવી હતી. જે પુરુષોને આ છોકરી વેચવામાં આવી હતી, તેમની ઉંમર 30 થી 45 વર્ષની વચ્ચે હતી. આ સોદાબાજી કરતી ગેંગ બાળકીને વેચવાના બદલામાં દર વખતે 2 થી 2.5 લાખ રૂપિયા લેતી હતી. આ ઘટના સામે આવ્યાં બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે આવી લગભગ 8 પીડિતાઓ પણ છે. જેમની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસનું કહેવું છે કે પીડિતાને 8 વર્ષમાં ગુજરાતમાં 15 પુરુષોને વેચી દેવામાં આવી હતી. આ રેકેટનો કથિત સૂત્રધાર અશોક પટેલ છે, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં તેના સાગરિતોએ સગીરા અને અન્ય 15 જેટલી છોકરીઓનો ઉપયોગ પૈસા કમાવવા કરાયો હતો.અપહરણ કરીને તેમને વેચી મારવામાં આવતી હતી.પોલીસ સગીરાનું નિવેદન લઈને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે.
કેવી રીતે થયો આ રેકેટનો પર્દાફાશ ?
અમદાવાદ જિલ્લાના કણભા ગામમાંથી 11મી મેના રોજ ગુમ થયેલી સગીર છોકરી વિશે તપાસકર્તાઓને ખબર પડી ત્યારે આ રેકેટનો પર્દાફાશ થયો હતો. જ્યારે 13 મેના રોજ ગાંધીનગર નજીકના બોરૂ ગામમાંથી બાળકીને છોડાવવામાં આવી ત્યારે પોલીસે આ રેકેટના કથિત માસ્ટરમાઇન્ડ અશોક પટેલ, તેની 45 વર્ષીય પત્ની રેણુકા, તેનો 16 વર્ષીય પુત્ર અને રૂપલ મેકવાન (ઉ.વ-34) ને શોધી કાઢ્યા હતા. જેઓ શહેરના ઓઢવ વિસ્તારના રહેવાસી છે.
પોલીસે તેના સાગરિતો મોતી સેનમા (ઉ.વ - 50) માણસા અને પાલનપુરના અમરતજી ઠાકોર (ઉ.વ-70) અને ચેહરસિંહ સોલંકી (ઉ.વ-34)ની ધરપકડ કરી હતી. રાજ્યમાં માનવ તસ્કરીનો મોટો ધંધો ચાલી રહ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ ટોળકી દ્વારા કથિત રીતે તસ્કરી કરવામાં આવેલી સગીર છોકરીઓમાંથી સાતનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.પોલીસનો અંદાજ છે કે પીડિત યુવતીઓની સંખ્યા વધુ હોઈ શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પ્રથમ દિવસે બમ્પર કમાણી કર્યાં પછી એનિમલના નિર્માતાને લાગી શકે છે ઝટકો, HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ફિલ્મ | 2023-12-02 15:09:35
એસ ટી વિભાગે શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન, ડ્રાઇવર-કડંકટર પિચકારી મારશે તો થશે કાર્યવાહીઃ હર્ષ સંઘવી | 2023-12-02 13:56:01
અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ ડાયવર્ટ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય- Gujarat Post | 2023-12-02 10:34:09
યુદ્ધવિરામ પુરો થતા જ ઇઝરાયેલનો જોરદાર હવાઈ હુમલો, ગાઝામાં 175થી વધુ લોકોનાં મોત થઇ ગયા | 2023-12-02 08:49:38
રૂ.3 કરોડ લેવા દમ માર્યો હતો...તમિલનાડુ પોલીસે 8 KM કારનો પીછો કરીને રૂ. 20 લાખની લાંચ લેતા ED ના અધિકારીને પકડી પાડ્યાં | 2023-12-02 08:34:38
અમદાવાદમાં IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ કરી લીધી આત્મહત્યા, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2023-12-01 19:32:57
ખેડા સિરપ કાંડમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો, એક પછી એક થઇ રહ્યાં છે નવા ખુલાસા | 2023-12-01 13:08:31
ખેડૂતો 5 ડિસેમ્બર સુધી સાચવજો, હજુ માવઠું નહીં છોડે પીછો- Gujarat Post | 2023-12-01 11:37:35
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
આ કેસ બન્યો ચર્ચાનો વિષય....વિદેશી યુવતીએ ફાર્મા કંપનીના સીએમડી પર લગાવ્યો બળાત્કારનો આરોપ | 2023-11-24 08:42:56
ISISના મોટા આતંકી ષડયંત્રનો ઘટસ્ફોટ...અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક મોટા શહેરો હતા નિશાના પર | 2023-11-23 14:38:37