Fri,19 April 2024,10:09 am
Print
header

ખોડલધામથી મોટા સમાચારઃ હવે લેઉઆ કે કડવા નહીં માત્ર પાટીદાર જ લખાશે

રાજકોટઃ ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે કે હવે લેઉવા-કડવા નહી પરંતુ પાટીદાર લખાશે, દરેક પાટીદાર સંસ્થા એક નેજા હેઠળ આવશે ખાસ કરીને સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેવી રીતે મળે તે અંગે મંથન કરવામાં આવ્યું હતું. સાથે જ પાટીદાર સમાજના વિકાસ અંગેની વાત નરેશ પટેલે કરી હતી. 

તાજેતરમાં જ રાજ્યમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને લઈને પણ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરીશું. જરૂર પડશે તો ચૂંટણીમાં સારા ઉમેદવારોને ટેકો આપવાની પણ વાત કરી હતી. આગામી ચૂંટણીમાં આપને ફાયદો થશે કહ્યું કે અમે થોડા દિવસ પહેલા ઊંઝા દર્શન કરવા માટે ગયા હતા. ઊંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ બાદ તેમના જેવા આગેવાન હજી સુધી અમને નથી મળ્યાં. આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે, તેને જોઈને ગુજરાતમાં તેને સ્થાન મળી શકે છે. આગામી સમયમાં અમે ઈચ્છીએ છીએ કે મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોય તેમને એક રીતે આમ આદમી પાર્ટીની તરફેણ કરી હોય તેવું કહી શકાય.

ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદારોની બેઠકમાં પાટીદાર અગ્રણી ભીમજી નાકરાણીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે નવા મુખ્યમંત્રી પાટીદાર જ હશે. ત્યારે પાટીદારોની આ બેઠકથી ભાજપની ચિંતા ચોક્કસથી વધી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch