Thu,25 April 2024,1:36 pm
Print
header

વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પાટીદાર મતો પર નજર, આમ આદમી પાર્ટીની આદિવાસીઓ પર નજર- Gujarat Post

(ફાઇલ તસવીર)

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભાજપે બે દિવસની ચિંતન શિબિર યોજી છે. TOI માં છપાયેલ રિપોર્ટ પ્રમાણે ભાજપે 2017માં 5 હજારથી ઓછા મતે જીતેલી બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે, આ સીટો પર કોંગ્રેસની સારી પક્કડ છે. ભાજપ હવે તેમના એન્ટી વોટર્સને ખેંચવા માગે છે. વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠકો જીતવાની વાત કરી ચુક્યું છે.

ભાજપ આમ આદમી પાર્ટીની હાજરીને લઈ પણ ચિંતિત છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપને મળેલી સફળતાને લઈને કેજરીવાલ અને આપના નેતાઓ ઉત્સાહિત છે. સાથે જ તેઓ આદિવાસી સમાજ પર ભાજપે ધ્યાન કેન્દ્રીય કરવાની વ્યૂહરચના બનાવી છે. આ સીટો પર મોટાભાગે કોંગ્રેસનો દબદબો રહ્યો છે. પીએમ મોદીએ દાહોદમાં આદિવાસી સંમેલન સંબોધીને ચૂંટણી રણશિંગૂ ફૂક્યું છે.

2017ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરને કારણે કોંગ્રેસ સત્તાથી થોડી સીટો જ દૂર રહી હતી. જેને કારણે આ વખતે ભાજપે પાટીદારો પર વિશેષ ધ્યાન કેન્દ્રીય કર્યું છે, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને ભાજપમાં સામેલ કરવાની વાટાઘાટો ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પીએમ મોદી પણ છેલ્લા થોડા સમયથી સતત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે, પાટીદારોના કાર્યક્રમોમાં પણ વર્ચૂઅલ હાજરી આપી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch