- કોરોના જેવી રાષ્ટ્રીય મહામારીનો સામનો કરવા દરેક સંસ્થાઓએ આગળ આવવું પડશે.
જીટીયુ દ્વારા રેમડેસિવિરની યોગ્ય ચકાસણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
ઇન્ડિયન ફાર્મા કોપીયા કમિશન અને FDCA કમિશનરને પણ પત્ર લખીને આ સંદર્ભે જાણ કરવામાં આવી.
અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કોરોનાના કપરા સમય દરમિયાન અનેક પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં પણ નકલી સેનેટાઈઝરના ટેસ્ટિંગ બાબતે ગ્રેજ્યુટ સ્કૂલ ઑફ ફાર્મસી કાર્ય કરી રહી છે. તાજેતરમાં જ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓ મલય પંડ્યા અને નિસર્ગ પટેલ દ્વારા રેમડેસિવિરની ચકાસણી સંદર્ભે મેથડ વિકસાવવામાં આવી છે. જીટીયુના કુલપતિ પ્રોફેસર ડૉ. નવીન શેઠે જણાવ્યું કે, કોરોના જેવી રાષ્ટ્રીય મહામારીનો સામનો કરવા દરેક સંસ્થાઓએ આગળ આવવું પડશે. સરકારની મદદના ભાગરૂપે જીટીયુ દ્વારા રેમડેસિવિરની યોગ્ય ચકાસણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીએસપી ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણે ડૉ. ઠુમ્મર અને રીસર્ચકર્તા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.
ઈન્ડિયન ફાર્મા કોપીયા કમિશન દ્રારા મંજૂર થયેલ દરેક દવાની મેથડ નક્કી કરવામાં આવે છે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં રેમડેસિવિરની મંજૂરી ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલ હોવાથી તેની ઓફિશીયલ મેથડ નક્કી કરવામાં આવેલ નથી.તેવા સંજોગોમાં ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હાર્મોનાઈઝેશનની ગાઈડ લાઈન પ્રમાણે પ્રથમ વખત જીટીયુ દ્વારા હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમોટોગ્રાફી મેથડ વિકસાવવામાં આવી છે. જેમાં તપાસ કરાશે કે જીટીયુ ફાર્મસી સ્કૂલ દ્વારા 5 મીનિટની સમય મર્યાદામાં કોવિડ-19 સામે વાયરસનો નાશ કરતું એન્ટી વાયરલ ડ્રગ્સ રેમડેસિવિર યોગ્ય છે કે નહીં ?
દવામાં હેલા ડ્રગ્સના પ્રમાણની યોગ્ય ખરાઈ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જીટીયુ દ્રારા રીસર્ચકર્તા વિદ્યાર્થીઓને મેથડ વિકસાવવા માટે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો છે. દરેક જનસામાન્યથી લઈને વિવિધ સંસ્થાઓ અને હોસ્પિટલોને પણ આ સેવાનો લાભ વિનામૂલ્યે આપવામાં આવશે. જીટીયુના કુલપતિએ ઇન્ડિયન ફાર્મા કોપીયા કમિશન અને FDCA કમિશનરને પણ પત્ર લખીને આ સંદર્ભે જાણ કરી છે. જેનાથી વધુમાં વધુ લોકોને આ સુવિધાનો લાભ મળે, કેટલાક અસામાજિક તત્વો કે જેઓ નકલી રેમડેસિવિરનું ઉત્પાદન કરીને ઉંચી કિંમતે વેંચે છે. તેઓ પર લગામ લાગશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29