અમદાવાદઃ એસીબીએ સ્ટેટ જીએસટી વિભાગમાં ખુલ્લેઆમ ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે, કમલેશ બાબુજી ઠાકોર, હોદ્દો: સ્ટેટ ટેક્ષ ઓફીસર (વર્ગ-2) અને મોહમંદ અઝીઝ કાદરખાન મન્સુરી, હોદ્દો: રાજય વેરા નિરીક્ષક (વર્ગ-2), નોકરી: સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ઘટક-6 ને રૂપિયા 25 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે.
ગુનાનું સ્થળ : સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ઘટક-6, બહુમાળી બિલ્ડીંગ, લાલ દરવાજા
ફરીયાદી એર કોમ્પ્રેસરનુ સેલ્સ અને સર્વીસ કરવાનું કામ કરે છે અને નિયમિત પણે કંપનીનુ ત્રિમાસીક જી.એસ.ટી રીટર્ન પણ ફાઇલ કરતા હતા. પરંતુ તેઓના વ્યવસાયની આર્થિક તંગીને કારણોસર તેઓ એક ત્રિમાસિક જીએસટી રિટર્ન ભરી શક્યા ન હતા, જેથી સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ઘટક-6, બહુમાળી બિલ્ડીંગ, લાલ દરવાજા, અમદાવાદ તરફથી ફરીયાદીના કંપનીના તેમજ સેવીંગ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવેલા, જેથી આ કામના ફરીયાદી સરકારી કચેરી ખાતે ગયા હતા અને બેંક એકાન્ટ ખોલવા વિનંતી કરી હતી.
આરોપી અધિકારીઓએ આ કામ કરવા માટે 25 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ આપી હતી, જેને આધારે ગોઠવાયેલા લાંચના છટકામાં અધિકારીઓ આવી ગયા હતા, એસીબીએ બંનેને ઝડપીને વધુ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
ટ્રેપીંગ અધિકારી: એ.આર.પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેકટર, ખેડા એ.સી.બી. પો.સ્ટે., નડીયાદ તથા ટીમ
સુપરવિઝન અધિકારીઃ એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો ક્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ? | 2026-09-13 17:27:42
સાબરમતી નદી બની મિસ્ટ્રી સ્પોટ: કંકાલ મળ્યાંના 24 કલાકમાં વધુ એક યુવકની ભેદી લાશ મળી | 2026-09-13 12:43:17
ACB એ ઓપરેશન મેનેજર સહિત 4 લોકોને લાંચ લેતા ઝડપી લીધી, રૂ. 95,000 ની લાંચનો પર્દાફાશ | 2026-09-11 17:52:14
પિતાએ પુત્ર સાથે મળીને કરી પુત્રીની હત્યા, પછી અકસ્માતની કહાની કહી, અમદાવાદ ઓનર કિલિંગ કેસ તમને ચોંકાવી દેશે | 2026-09-09 18:06:07