ગાંધીનગર: બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને લઇને લાખો વિદ્યાર્થીઓ સામે રાજ્ય સરકારે ઝુકવું પડ્યું છે, પરીક્ષા રદ્દ કર્યા બાદ જોરદાર વિરોધ થતા હવે સરકારે ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવા માટે મંજૂરી આપી છે, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે ધોરણ-12 પાસ અને સ્નાતક કક્ષાના ઉમેદવારો આગામી 17 નવેમ્બર રવિવારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં બેસી શકશે, જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે, તેમને ફરીથી કોઇ અરજી કરવાની રહેશે નહીં અને 3171 કેન્દ્રો પર તેઓ પરીક્ષા આપી શકશે.
નિતીન પટેલે જણાવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની જે પરીક્ષા રદ કરાઇ હતી તેની સામે ઉમેદવારોએ, વિદ્યાર્થી મંડળો અને ભાજપનાં નેતાઓએ રાજ્ય સરકારને રજૂવાત કરી હતી કે પરીક્ષામાં ઉમેદવારો તૈયારી કરી છે, જેથી તેમને અન્યાય ન થવો જોઇએ, જેને ધ્યાનમાં લેતા સરકારે આ નિર્ણય કર્યો છે.
વિદ્યાર્થીઓએ નવી કોઈ પ્રક્રિયા કરવી પડશે નહીં
ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળના ચેરમન અસિત વોરાએ જણાવ્યું છે કે, પરીક્ષામાં ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી, કોલ લેટર આજે જ વેબસાઈટ પર મુકી દેવામાં આવશે, જે વિદ્યાર્થીઓને ઓજસની વેબાસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે, તમામ વિદ્યાર્થીઓને જૂના સેન્ટર મુજબ પરીક્ષા આપવાની રહેશે. જે ઉમેદવારોએ અરજી કરી છે તે તમામ પરીક્ષા આપી શકશે, જો કે 12 પાસ વિદ્યાર્થીઓને આ એક જ મોકો આપવામાં આવ્યો છે, હવે પછીની પરીક્ષામાં નિયમો બદલાશે તો નવાઇ નહીં હોય.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12