Sat,20 April 2024,4:29 am
Print
header

ગ્રીષ્મા હત્યા કેસમાં બંને વકીલોની દલીલો પૂર્ણ, આ તારીખે ચૂકાદો આવે તેવી શક્યતા- Gujarat post

આગામી 26 તારીખે કોર્ટ આરોપી ફેનિલની સજાને લઈને શું નિર્ણય લે છે તેના પર સૌની નજર

સરકારી વકીલ નયન સુખડવાલાએ  આરોપી ફેનીલને વધુમાં વધુ સજા થાય તે માટે દલીલો કરી

સુરત: રાજ્યમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. સજા બાબતે બંને પક્ષના વકીલોની દલીલો પૂર્ણ થઈ છે. સુરત કોર્ટ દ્વારા આગામી 26 તારીખ આપવામાં આવી છે. તેથી આગામી 26 તારીખે ચુકાદો આવે તેવી શક્યતા છે. હવે આગામી 26 તારીખે કોર્ટ આરોપી ફેનિલની સજાને લઈને શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

ગ્રીષ્માની હત્યા મામલે સજાને લઈને કોર્ટમાં સુનાવણી ચાલી હતી.જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી ફેનીલને વધુમાં વધુ સજા થાય તે માટે દલીલો કરી હતી, સરકારી વકીલ દલીલ કરતા ગળગળા થઈ ગયા હતા, ગ્રીષ્માના પરિવારના સભ્યો પણ કોર્ટ રૂમમાં રડી પડ્યા હતા. સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, જો આરોપી ફેનીલને કડક સજા નહીં કરવામાં આવે તો કોઈ યુવતી સલામત નહીં રહી શકે. ભય વગર પ્રીત ન બંધાય, ભય વગર કાયદાનો ડર નહીં રહે.

સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો
આરોપી સામે કોર્ટમાં 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી.ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી, ગ્રીષ્મા  હત્યા કેસમાં સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો, ગણતરીપૂર્વકની તેણે હત્યા કરી છે. આરોપીએ ચપ્પુ ખરીદવા માટે ઓનલાઇન ફ્લિપકાર્ટ દ્વારા ઓર્ડર આપ્યો હતો. 

ઓર્ડર કેન્સલ થયા બાદ તેણે મોલમાંથી ચપ્પુ ખરીદ્યું હતું, બીજું ચપ્પુ તેના મિત્ર પાસેથી ખરીદ્યું હતું. આરોપીએ હત્યા કરવા પહેલા રેકી પણ કરી હતી. ગુનાના દિવસે તે ગ્રીષ્માની કોલેજમાં તેને શોધવા ગયો હતો. ગ્રીષ્માની મિત્ર ધૃતિને તેણે કહ્યું હતું કે આજે ગ્રીષ્માના ઘરે જઈને કંઈક મોટું કરવાનો છું ત્યાર પછી તેણે કહ્યું કે ના હોય તો વાત કરવા જવાનો છું. બનાવ પહેલાં ક્રિષ્ના સાથે તેણે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી, જેમાં પણ તેની હત્યા કરવાનો હોય એવું માલૂમ પડે છે.

સરકાર પક્ષે જણાવ્યું હતું કે, મિટિગેટિંગ કરતા અગ્રેવેટિવી સંજોગ વધુ જણાય તો ફાંસીની સજા આપવી જોઈએ. ફક્ત વય નાની છે એટલે લાભ આપવો યોગ્ય નથી, ભલે આરોપીની 21 વર્ષની વય છે. પરંતુ જે રીતે પ્રોફેશનલ કિલર કરતા વધુ ગણતરીપૂર્વકની હત્યા છે. 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch