ગ્રીનલેન્ડ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવી દેવાના વારંવારના નિવેદનો અને ધમકીઓ સામે ગ્રીનલેન્ડમાં ભારે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. ગ્રીનલેન્ડની રાજધાની નૂકના રસ્તાઓ પર પ્રદર્શનકારીઓએ કૂચ કરી અમેરિકાના સંભવિત કબ્જા સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
આ આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શનની આગેવાની ખુદ ગ્રીનલેન્ડના વડાપ્રધાન જસે-ફ્રેડરિક નીલસને કરી હતી. પ્રદર્શનકારીઓએ હાથમાં રાષ્ટ્રીય ધ્વજ અને બેનરો સાથે અમેરિકી કોન્સ્યુલેટ (દૂતાવાસ) તરફ કૂચ કરી હતી. વડાપ્રધાને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી અને તેના ભવિષ્યનો નિર્ણય માત્ર ગ્રીનલેન્ડની જનતા જ કરશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં નિવેદન આપ્યું કે ગ્રીનલેન્ડની વ્યૂહાત્મક સ્થિતિ અને ત્યાં રહેલા ખનીજ ભંડાર અમેરિકાની સુરક્ષા માટે અત્યંત મહત્વના છે. તેમણે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે જરૂર પડ્યે બળ પ્રયોગ કરવાની પણ ધમકી આપી છે. ટ્રમ્પના આ વલણ સામે યુરોપના આઠ દેશોએ વિરોધ દર્શાવતા ટ્રમ્પે તેમના પર 10 થી 25 ટકા જેટલો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
ડેનમાર્કના અનુરોધ પર યુરોપિયન દેશોએ ગ્રીનલેન્ડમાં સૈન્ય કર્મચારીઓ તૈનાત કર્યા છે, જેને ટ્રમ્પે 'ખતરનાક રમત' ગણાવી છે. અમેરિકા અને ડેનમાર્ક બંને NATO ના સભ્ય દેશો હોવા છતાં, ગ્રીનલેન્ડ મુદ્દે બંને વચ્ચે રાજદ્વારી સંબંધો વણસ્યા છે.
57 હજારની વસ્તી ધરાવતો આ ટાપુ ભલે ડેનમાર્કનો ભાગ હોય, પરંતુ 1979 થી તે મોટે ભાગે સ્વાયત્ત રીતે શાસિત છે.
ગ્રીનલેન્ડના લોકોનું કહેવું છે કે તેઓ અમેરિકી કે ડેનિશ નહીં, પણ માત્ર ગ્રીનલેન્ડર તરીકે પોતાની ઓળખ જાળવી રાખવા માંગે છે. આ આંતરરાષ્ટ્રીય વિવાદ હવે વૈશ્વિક સ્તરે 'ટ્રેડ વોર' અને સૈન્ય તણાવમાં ફેરવાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો, BLA એ 25 સૈનિકો માર્યા હોવાનો દાવો કર્યો | 2026-09-04 09:21:24
અમેરિકાના મિનિયાપોલિસમાં અંધાધૂંધ ગોળીબાર, બે લોકોનાં મોત, બે પોલીસ અધિકારીઓ સહિત અનેક ઘાયલ | 2026-09-03 09:00:11
નેપાળમાં ફરી તબાહીની આશંકા: ભોટેકોશી નદીની જળસપાટી વધતાં NDRRMA દ્વારા એલર્ટ જારી | 2026-08-30 09:46:51
નેપાળમાં ભયાનક પૂરમાં વડોદરાનું એક NRI દંપતી ગુમ, મોતનો આંકડો 350 અને 1400 લોકો ગુમ | 2026-08-27 20:33:58
નેપાળમાં ભયંકર પૂરથી ભારે વિનાશ સર્જાયો, 160 લોકોનાં મોત, 133 ભારતીયો સહિત 750 લોકો ગુમ | 2026-08-27 06:47:48
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26