Thu,26 May 2022,10:04 pm
Print
header

લીલી કોથમીર સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક, તેના ફાયદા વિશે જાણીને તમે ખાવામાં તેનો ઉપયોગ વધારશો- Gujarat Post

ધાણાજીરું હોય કે લીલી કોથમીર આ બધાનો ઉપયોગ લગભગ દરરોજ રસોડામાં થાય છે. પરંતુ આજે વાત કરીએ લીલા ધાણા વિશે, જે માત્ર શાક અને તમામ પ્રકારની વાનગીઓનો સ્વાદ વધારે છે.લીલા ધાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેને ડાયટમાં સામેલ કરવાથી શરીરને એક નહીં પરંતુ અનેક ફાયદાઓ થાય છે.

આંખોની રોશની વધે છે

લીલા ધાણા આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. લીલા ધાણામાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. તેને નિયમિત રીતે ડાયટમાં સામેલ કરવાથી આંખોની રોશની સારી રહે છે, આંખોના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે.

શરીરને પોષણ પૂરું પાડે છે

લીલા ધાણા શરીરને પોષણ આપવામાં વિશેષ ભૂમિકા ભજવે છે.લીલા ધાણાના પાંદડામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે

લીલા ધાણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે, લીલા ધાણામાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં ભૂમિકા ભજવે છે, જે તમને કોઈપણ પ્રકારના વાયરસથી બચાવવામાં મદદ કરે છે.

પાચન સુધારે છે

લીલા ધાણા પાચનક્રિયાને સુધારવામાં સારી ભૂમિકા ભજવે છે. તેને રોજિંદા આહારમાં સામેલ કરવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે, ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar