Tue,23 April 2024,9:24 pm
Print
header

તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે જાણવા જેવું, હસમુખ પટેલે કહી આ વાત

ગાંધીનગરઃ GPSSB એ તલાટી કમમંત્રીની પરીક્ષા આપવાના હોય તેવા ઉમેદવારો માટે અગાઉ ઓફિશિયલ નોટીફિકેશન જાહેર કર્યું હતું. 7 મે 2023 ના રોજ તલાટી કમમંત્રીની પરીક્ષા લેવામાં આવશે. જે વિધાર્થીઓએ કન્ફર્મેશન આપ્યું હશે તેમને જ પરીક્ષા આપવાની તક મળશે, આ માટે ઉમેદવારોએ અગાઉથી એક કન્ફર્મેશન ફોર્મ ભરવાનું રહેશે. આજે GPSSBના ચેરમેન હસમુખ પટેલે આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

હસમુખ પટેલે કહ્યું કે ઉમેદવારો સમજણપૂર્વક આ પરીક્ષાનું સંમતિપત્રક ભરી રહ્યાં છે. જેમને પરીક્ષા આપવાની છે તે સંમતિપત્રક ભરી રહ્યાં છે. હું ઉમેદવારોને અપીલ કરું છું કે, જે ઉમેદવારોને પરીક્ષા આપવાની છે તે સંમતિપત્રક ભરી દે. આ વ્યવસ્થા આપણે પહેલીવાર કરી રહ્યાં છે. એટલે મીડિયાને પણ વિનંતી કરું છુ કે, આ સમાચાર બધે પહોંચાડજો, જે ઉમેદવારો પરીક્ષા આપવા ઇચ્છે છે, તેઓ સંમતિપત્રક ચોક્કસથી ભરે. આ માટે હવે માત્ર બે દિવસ જ બાકી છે. ઉમેદવારો હવે છેલ્લી તારીખની રાહ ન જુએ, જેમને ફોર્મ ભરવાનું બાકી છે તે ઝડપથી ભરી દેશો.

પરીક્ષા આપવા બાબતે સંમતિ ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ઓજસ વેબસાઇટ પર ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક -10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ 20-4-2023 ના રોજ સવારે 11 સુધીમાં ભરવાનું રહેશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch