Tue,23 April 2024,11:30 pm
Print
header

ગ્રામ પંચાયતોની ચૂંટણીને કારણે GPSC ક્લાસ 1-2 ની પરીક્ષાની તારીખોમાં કરાયો ફેરફાર

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી 19મી ડિસેમ્બરના યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂટણીને કારણે જીપીએસસી વર્ગ 1-2ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે. ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1- 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા અગાઉ 19-12-2021ના રોજ યોજાવાની હતી, પરંતુ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને કારણે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવી પરીક્ષા 26-12-2021ના રોજ યોજાશે.   

મદદનીશ વ્યવસ્થાપક અને મદદનીશ નિયામક વર્ગ-2 ની પરીક્ષા અગાઉ તારીખ 26-12-2021 ના રોજ યોજાવાની હતી તેને બદલે હવે 2-01-2022ના રોજ યોજાશે. નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1ની પરીક્ષા 26-12-2021ના રોજ યોજાવાની હતી, તેને બદલે 2-1-2022ના રોજ યોજાશે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 મુલકી સેવા વર્ગ 1-2ની કુલ 183 જગ્યા માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. મદદનીશ વ્યવસ્થાપક, મદદનીશ નિયામક વર્ગ -2ની 6 જગ્યા માટે પરીક્ષાઓ યોજાવાની છે. નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા વર્ગ 1ની 13 જગ્યાઓ માટે પરીક્ષા યોજાવાની છે,જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-2 (GMC)ની 1 જગ્યા મળીને 203 જગ્યાઓ માટે પરીક્ષાઓ યોજાવાની છે.

રાજ્યની 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત કરી હતી કે 10,879 ગામોમાં ચૂંટણી માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે, 21 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch