Thu,30 March 2023,7:04 am
Print
header

GPSCની 2, 9 અને 16 એપ્રિલે યોજાનારી પરીક્ષા મોકૂફ રખાઇ, જાણો વધુ વિગતો

ગાંધીનગરઃ GPSC ની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જાહેર સેવા આયોગ દ્વારા 2, 9 અને 16 માર્ચના રોજ યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. 9 એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની હોવાથી GPSCની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.

બીજી તરફ ગુજરાત જાહેર પરીક્ષા બિલ ગઈકાલે વિધાનસભામાં પાસ થઈ ગયું છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફોડનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે,કોંગ્રેસની માંગ બાદ ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકમાં સુધારો પણ કરાયો છે. શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી મામલે હવે આખરી સત્તા બોર્ડ અને યુનિવર્સિટી પાસે રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થી માટે પણ સજાની જોગવાઈ હતી, પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પણ ભોગે પોલીસના હવાલે ન કરાય. તેવી માંગ કોંગ્રેસ દ્રારા કરાઇ હતી, જેથી બિલમાં સુધારો કરાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch