Thu,25 April 2024,11:57 am
Print
header

GPCB ના ભ્રષ્ટ અધિકારીઓ ભાજપ નેતાઓને પણ નથી ગણતા, હાર્દિક પટેલના જૂના સાથી ચિરાગ પટેલને ઓફિસમાં No એન્ટ્રી !

વિજય રૂપાણીના રાજમાં GPCB ના અધિકારીઓ બેફામ !

ગાંધીનગરઃ ભ્રષ્ટાચારના લિસ્ટમાં ટોપ પર આવી રહેલા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના (GPCB) અધિકારીઓ ભાજપના નેતાઓને પણ ગણતા નથી, ગાંધીનગર GPCB ના હપ્તાખોર અધિકારીઓએ એક આદેશ બહાર પાડીને ગાંધીનગરની ઓફિસમાં પાટીદાર અને ભાજપ નેતા ચિરાગ પટેલ અને અન્ય એક વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો, ઓફિસની સિક્યુરીટીને આદેશની કોપી આપવામાં આવી હતી, જે આદેશમાં નીચે કોઇ અધિકારીની સહી કે સિક્કા ન હતા. આ વાતની ભાજપના કેટલાક કાર્યકર્તાઓને જાણ થતા તેમને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારને જાણ કરી હતી જેથી આ મામલે GPCB ના સભ્ય સચિવ એ.વી.શાહને ઠપકો પડ્યો હતો. આખરે તેમને આદેશની કોપી પાછી લઇને દોષનો ટોપલો GPCB ના ચેરમેન સંજીવકુમાર પર ઢોળીને પોતાનો બચાવ કરી લીધો છે.

મીડિયાએ આ મામલે ખુલાસો માંગતા એ.વી.શાહે જણાવ્યું હતુ કે તેમની કોઇ ભૂલ થઇ છે પરંતુ આવો કોઇ આદેશ હવે અમલમાં નથી, વાત જે પણ હોય તે પરંતુ આ વાત પરથી એ નક્કિ છે કે ભાજપના નેતાઓ કે મંત્રીઓને GPCB ના અધિકારીઓ ગણતા જ નથી, કોઇ કંપનીની પ્રદુષણની ફરિયાદ લઇને જનારા લોકોને ઓફિસમાં પ્રતિબંધિત કરી દેવામાં આવે છે અને વિજય રૂપાણી સરકાર ભ્રષ્ટ અધિકારીઓ સામે ચૂપ છે, જે અધિકારીએ આ આદેશ બહાર પાડ્યો છે તેમની સામે રાજ્ય સરકારે ખુલાસો માંગવો જોઇએ કે કોઇ પણ પ્રકારનું કારણ દર્શાવ્યાં વગર કયા કાયદા અનુસાર કોઇ સરકારી ઓફિસમાં નાગરિકોને રોકવાના આદેશ બહાર પાડવામાં આવી રહ્યાં છે.  

આ મામલે ચિરાગ પટેલનો સંપર્ક કરતા તેમને જણાવ્યું છે કે ટૂંક સમયમાં GPCB ના અધિકારીઓનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર લાવવામાં આવશે, કઇ કંપનીઓ પાસેથી કેટલા હપ્તા ખંખેરવામાં આવી રહ્યાં છે તેની યાદી બહાર પાડવામાં આવશે, એસીબીને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિની યાદી આપવામાં આવશે, તેમને GPCB બહાર જ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. એક તરફ રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી છે અને બીજી તરફ હાર્દિક પટેલના જૂના સાથી અને પાટીદાર અનામત આંદોલનમાંથી ભાજપમાં ગયેલા ચિરાગ પટેલ જેવા નેતાને અધિકારીઓ ગણતા નથી, જે બાબત ભાજપ સરકાર માટે પણ ચિંતાનો વિષય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch