Fri,26 April 2024,4:00 am
Print
header

ભાજપના જ નેતાનો ઘટસ્ફોટ, તંત્ર દ્વારા કોરોનાના ખોટા આંકડાઓ જાહેર કરાય છે

અમરેલીઃ રાજ્યમાં મોટા શહેરોની સાથે નાના શહેરો, ગામડાઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર કોરોના મૃતકોના સાચા આંકડા જાહેર કરતી ન હોવાનો અનેક વખત આક્ષેપ થયો છે આ વખતે ભાજપના નેતાએ જ ટ્વીટ કરીને મોટો ઘટસ્ફોટ કર્યો છે.

અમરેલી ભાજપના નેતા અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ભરત કાનાબારે  ટ્વીટ કર્યું છે. ગુજરાતમાં તંત્ર દ્વારા કોરોનાના ખોટા આંકડાઓ જાહેર કરાતા હોવાનો સ્વીકાર કર્યો છે કહ્યું કે લોકો વધારે ભયભીત ન થાય તેવા સારા આશયથી સરકારી તંત્ર કોરોનાના મોતના આંકડા ખોટા જાહેર કરે છે પરંતુ સ્મશાનોમાં લાઈનો લાગતી હોય ત્યારે આવા આંકડાઓથી સરવાળે તંત્રની વિશ્વસનીયતા ઘટે છે. સારું તો એ રહેશે કે તંત્ર મૃત્યુના આંકડા જાહેર કરવાને બદલે પોતાની પાસે રાખે ! અમે તમને જણાવી દઇએ કે સોશિયલ મીડિયામાં ભરત કાનાબારને પીએમ મોદી પણ ફોલો કરે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch