Sat,20 April 2024,9:12 am
Print
header

લાખો કર્મચારીઓના આંદોલન સામે ઝુકી સરકાર, જૂની પેન્શન યોજના અંતર્ગત આ માંગણીઓ સ્વીકારવામાં આવી- Gujarat Post

સરકાર દ્વારા જૂની પેન્શન યોજના અંતર્ગત કુટુંબ પેન્શનનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો

તમામ કર્મચારીઓને 7 મા પગાર પંચનો મળશે લાભ 

મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાય 8 લાખથી વધારીને 14 લાખ રૂપિયા કરાઇ 

રહેમરાહે નિમણુંક કરાયેલા કર્મચારીઓની નોકરી સળંગ ગણાશે

ગાંધીનગરઃ જૂની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓ ગુજરાત સરકાર સામે લડત ચલાવી રહ્યાં છે ત્યારે સરકાર તેમની સામે ઝુકી છે, આ મામલે રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના અંતર્ગત કુટુંબ પેન્શનનો ઠરાવ સ્વીકારી લેવામાં આવ્યો છે. કેન્દ્રના ધોરણે સીપીએફમાં 10 ટકાને બદલે સરકાર 14 ટકા ઉમેરશે. 7માં પગાર પંચના બાકી ભથ્થાનો લાભ પણ ઝડપી મળશે.સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની કેટલીક માંગો સ્વીકારવામાં આવી છે.લાખો   કર્મચારીઓએ આવતીકાલે માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી.પરંતુ હવે તેમની કેટલીક જૂની  માંગો સ્વીકારવામાં આવી છે. 

જીતુ વાઘાણીએ કહ્યું કે,કર્મચારીઓના પ્રશ્નો માટે સરકાર દ્વારા કમિટી બનાવાઇ હતી.જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો છે. તમામે સાથે બેસીને સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. સીએમ ના અગ્રસચિવ, ચીફ સેક્રેટરી, નાણાં સચિવ બેઠકમાં હાજર હતા.સંઘના પ્રમુખો મહામંત્રીઓ પણ હાજર હતા.

ખાતાકીય પરીક્ષામાંથી અંગ્રેજી વિષય દૂર કરાશે

2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો મળશે લાભ 

કર્મચારીના મોતના કેસમાં પરિવારને પેન્શનનો લાભ મળશે

વાઘાણીએ કહ્યું કે વાતાવરણ ન ડહોળાય તે માટે અપીલ કરું છું કે, આંદોલનાત્મક બાબતો બંધ રાખો. રાજ્યના વહીવટને મુશ્કેલી ન પડે તે માટે સહકાર આપશો. જૂની પેન્શન યોજના અંતર્ગત જે ઠરાવ છે. તેમાં કુટુંબ પેન્શનનો ઠરાવ મંજૂર કર્યો છે. જીપીએફ અને જૂની પેન્શન યોજના સમાવવા 10 ટકાના બદલે 14 ટકા માટે રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે.

સંયુક્ત કર્મચારી મોરચાના દિગુભા જાડેજાએ કહ્યું કે અમારી મુખ્ય 15 માગણીઓ સરકારે સ્વીકારી લેતા આંદોલન સમેટાયું છે. સરકારે તમામ પગારપંચ, ભથ્થાની બાબતો સ્વીકારી લીધી છે. જૂથ વિમા અંગે નિર્ણય કરાયો છે. જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માગણી હતી.મેડિકલ ભથ્થું 300ના બદલે 1000 રૂપિયા આપવામાં આવશે. CCCની મુદતમાં વધારો થયો છે. ડિસેમ્બર 2024 સુધીમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. સાતમા પગાર પંચના તમામ લાભો આપવામાં આવશે. ઉચ્ચતર પગાર ધોરણ અંગે નિર્ણય કરાયો છે.

મહામંડળ, શૈક્ષણિક સંઘ સહીતના 76 મંડળો છે તેમનો રાજ્ય સરકારે આભાર માન્યો છે. નોંધનિય છે કે આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, પૂર્વ સૈનિકો છેલ્લા ઘણા સમયથી સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે.

મહામંડળ, શૈક્ષણિક સંઘ સહીતના 76 મંડળો છે તેમનો રાજ્ય સરકારે આભાર માન્યો છે. નોંધનિય છે કે આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, પૂર્વ સૈનિકો છેલ્લા ઘણા સમયથી સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch