ટેક જાયન્ટ ગુગલે તાજેતરમાં જ ગુગલ પિક્સેલ 8 સિરીઝ લોન્ચ કરી છે. આ શ્રેણીમાં કંપનીએ બજારમાં Google Pixel 8 અને Google Pixel 8 Pro લોન્ચ કર્યાં હતા. હવે કંપનીએ તેની લેટેસ્ટ સિરીઝનું નવું વેરિઅન્ટ રજૂ કર્યું છે. Google દ્વારા Google Pixel 8 Proનું નવું મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા મોડલમાં યુઝર્સને ખાસ ફીચર્સ મળશે.
ગુગલે તેના ગ્રાહકો માટે Google Pixel 8 Proનું 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ રજૂ કર્યું છે.જો તમે આ ખાસ મોડલ ખરીદવા માંગો છો તો તમે તેને ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. યુઝર્સને આ મોડલ પર AI ફીચર્સ પણ મળશે.
Google Pixel 8 Pro કિંમત
આ લોન્ચ પહેલા Google Pixel 8 Pro માત્ર 128GB સ્ટોરેજ સાથે જ ઉપલબ્ધ હતું,પરંતુ હવે કંપનીએ તેના 256GB સ્ટોરેજ મોડલને પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવ્યું છે. Google Pixel 8 Proના આ વેરિઅન્ટને તમારે 1,13,999 રૂપિયામાં ખરીદવું પડશે. કંપની ગ્રાહકોને કેટલીક બેંક ઓફર્સ પણ આપી રહી છે.
Google Pixel 8 Pro પર મજબૂત ઑફર્સ ઉપલબ્ધ
જો તમે SBI બેંક કાર્ડથી Google Pixel 8 Proનું નવું મોડલ ખરીદો છો, તો તમને તેના પર 9000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સિવાય તમને 4000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ મળશે.કંપનીએ તેને નવા કલર ઓપ્શન ઓબ્સીડીયન કલર સાથે ઉપલબ્ધ કરાવ્યું છે.
Google Pixel 8 Proની વિશેષતાઓ
- Google Pixelનું આ નવું વેરિઅન્ટ Android 14 પર કામ કરે છે.
- આમાં ગ્રાહકોને 6.7 ઇંચની ક્વાડ-એચડી (1344x2992 પિક્સેલ્સ) સ્ક્રીન મળે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120Hz છે.
- ગુગલનો આ નવો ફોન ટેન્સર જી3 પ્રોસેસર સાથે આવે છે.
- ગુગલે તેમાં Titan M2 સિક્યોરિટી ચિપસેટ આપી છે.
- ફોટોગ્રાફી પ્રેમીઓને પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે.
- રિયર કેમેરામાં પહેલું સેન્સર 50 મેગાપિક્સલનું છે, બીજું 48 મેગાપિક્સલનું અને ત્રીજું પણ 48 મેગાપિક્સલનું છે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 10.5 મેગાપિક્સલનો કેમેરો છે.
- સ્માર્ટફોનને પાવર આપવા માટે તેમાં 5050 mAh બેટરી છે જે 30W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ ધરાવે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
હમ કિસી સે કમ નહીં....વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઇટર પ્લેન તેજસમાં ઉડાન ભરીને કહી આ વાત | 2023-11-25 13:03:37
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29