Wed,24 April 2024,5:00 am
Print
header

Google Payમાં આવ્યું ટેપ ટૂ પે ફીચર, આ રીતે કરો ઉપયોગ

ગૂગલે (Google) પોતાની પેમેન્ટ સર્વિસ ગૂગલ પે ( Google Pay) માટે નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરને ‘ટેપ ટૂ પે’(tap to pay) નામ આપવામાં આવ્યું છે. આ ફીચરથી યૂઝર વધુ  સરળતાથી પોતાના કાર્ડનો ઉપયોગ કરી શકશે. આ ફીચરથી  NFC ઈનેબલ્ડ પેમેન્ટ ટર્મિનલ્સ અને ઓનલાઈન મર્ચન્ટ્સ ઉપયોગ કરી શકશે. જેના માટે કંપનીએ Visa સાથે પાર્ટનરશિપ કરી છે.

હાલમાં એક્સિસ અને એસબીઆઈ (SBI) યૂઝર્સ પણ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. તેના સિવાય કોટક અને અન્ય બેન્કોના ગ્રાહકો પણ જલ્દી જ આ સર્વિસનો ઉપયોગ કરી શકશે. આ ફીચર યૂઝર્સ માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.અગાઉ કરતા વધુ સરળતાથી કાર્ડનો ઉપયોગ કરી શકશે.  

ગૂગલ પે એન્ડ NBU ઈન્ડિયાના બિઝનેસ હેડ સજીથ સિવાનંદને કહ્યું કે, ‘અમે પોતાના ગ્રાહકોને સુરક્ષિત ટ્રાંઝેક્શનનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. અને ટોકનના ઉપયોગથી થતી છેતરપિંડી પણ ઓછી થઈ જશે.’ કોટક અને અન્ય બેન્કો સાથે આ સુવિધા ખૂબજ જલ્દી શરુ થવાની આશા છે.  

આ સિવાય તેમણે કહ્યું કે, ટોકન ચૂકવણી સાથે , ગૂગલ પે ગ્રાહકોને એનએફસી સક્ષમ એન્ડ્રોઈડ ડિવાઈઝ અથવા ફોનનો ઉપયોગ કરીને સુરક્ષિત ટ્રાન્ઝેક્શન કરવામાં મદદ મળશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ગૂગલ પે એપ પર કાર્ડ ડીટેલ આપીને એડ કરવું પડશે. તેના બાદ સેટિંગ્સમાં પેમેન્ટ મેથડમાં જાકર કાર્ડ એડ કરવું પડશે. તેના બાદ ઓટીપી (OTP) નાખવી પડશે. જેના બાદ આપ કાર્ડ એક્ટિવેટ કરી શકશો. તેના બાદ આપ NFC ઈનેબલ્ડ ટર્મિનલ્સ પર આપ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરી શકશો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch