Tue,29 April 2025,1:04 am
Print
header

અલ્પેશ ઢોલરિયાના નિવેદન પર વરુણ પટેલનો કટાક્ષ, કહ્યું- બાપ સમાન કોને માનવા તે દરેકનો વ્યક્તિગત નિર્ણય

ગોંડલ વિવાદમાં વરુણ પટેલે ઝંપલાવ્યું

અગાઉ પણ કાયદો વ્યવસ્થાની સ્થિતીને લઇને કર્યો હતો કટાક્ષ

અમદાવાદઃ ગોંડલમાં પાટીદારના દિકરાને માર મારવાના કેસમાં હાલમાં તો બધું ઠંડુ પડી ગયું હોય તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે, જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા અને અલ્પેશ ઢોલરિયાએ પાટીદારો અને ક્ષત્રિયો સાથે બેઠક કરીને સમાધાન કરાવ્યું છે, આ વખતે અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું હતુ કે જયરાજયસિંહ મારા બાપ સમાન છે, સાથે જ તેમને વિરોધીઓને ચીમકી આપતા કહ્યું કે અહીં તો અમારો ગણેશ જ ધારાસભ્ય બનવાનો છે, તમે લાર ટપકાવવાનું બંધ કરી દો...

હવે ઢોલરિયાને પાટીદારો ગદ્દાર તરીકે જોઇ રહ્યાં છે, આ બધાની વચ્ચે પાટીદાર અને ભાજપ નેતા વરુણ પટેલે એક પોસ્ટ કરી છે અને કહ્યું છે કે બાપ સમાન કોને માનવા અને કેવી રીતે પગે પડવું તે દરેકનો વ્યક્તિગત નિર્ણય છે. તેમને એમ પણ કહ્યું કે 2027 માં ભાજપ કોને ટિકિટ આપશે તે ભાજપ મોવડી મંડળ જ નક્કિ કરશે.

નોંધનિય છે કે હાલમાં ગોંડલમાં જયરાજસિંહના પત્ની ગીતા બા ભાજપના ધારાસભ્ય છે અને છેલ્લા ઘણા દિવસોથી વિરોધીઓના નિશાને જાડેજા પરિવાર છે, જાટ યુવકની હત્યાના આરોપ લાગ્યા છે, આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે, ત્યાર બાદ પાટીદારના દિકરાને માર મારવાના કેસમાં પણ વિવાદ થયો છે, અહીં પોલીસની નિષ્ફળતાના આરોપ લાગી રહ્યાં છે, આ મામલે કોંગ્રેસે પણ ભાજપ અને પોલીસને નિષ્ફળ ગણાવી છે. કાયદો વ્યવસ્થાની સ્થિતીને લઇને પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch