Wed,16 July 2025,7:37 pm
Print
header

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, વીજળી પડવાથી 7 વર્ષના બાળક સહિત 4 લોકોનાં મોત

  • Published By Panna patel
  • 2025-06-15 07:38:13
  • /

(પ્રતિકાત્મક ફોટો)

રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે

રાજકોટઃ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ગોંડલ, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, આ ઉપરાંત ડાંગ, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં પણ વરસાદ પડ્યો છે. 

ભારે વરસાદને કારણે વીજળી પડવાની જુદી જુદી ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયા છે. દાહોદા મુવાલિયા ગામમાં વીજળી પડવાને કારણે પિતા સંજયભાઇ અને પુત્ર આયુષનું મોત થયું હતુ.

જૂનાગઢના માંગરોળમાં પણ વીજળી પડવાને કારણે 39 વર્ષીય મહિલાનું મોત થયું છે, તેઓ ખેતરમાં કામ કરી રહ્યાં હતા ત્યારે વીજળી પડતા તેમનુ્ં મોત થયું હતુ. રાજકોટના રૈયાધાર મફતિયાપરા વિસ્તારમાં વીજળી પડવાથી 43 વર્ષીય દલુભાઇ બૈરાયાનું મોત થયું હતુ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch