Sat,20 April 2024,11:53 am
Print
header

ગોંડામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2 મકાન ધરાશાયી, 3 બાળકો સહિત 7 લોકોનાં મોત

ઉતર પ્રદેશઃ યુપીના ગોંડા જિલ્લામાં ગઇ રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. સિલિન્ડર બ્લાસ્ટ થવાથી બે મકાનો ધરાશાયી થયા હતા, જેમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે અન્ય 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ગોંડા એસપી સંતોષકુમાર મિશ્રાએ જણાવ્યું કે હાલ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોંડામાં ગેસ સિલિન્ડરના વિસ્ફોટને કારણે થયેલા અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.આ ઘટના ગોંડાના વઝીર ગંઝ વિસ્તારના ટિકરી ગામની છે સિલિન્ડર બ્લાસ્ટ થતાં આજુબાજુના મકાનો પણ પડી ગયા હતા. ઘટના સ્થળેથી 14 લોકોને હોસ્પિટલ લઈ જવાયા હતા જેમાંથી 7 લોકોને મૃત જાહેર કરાયા છે. બાકીના લોકોની સારવાર ચાલી રહી છે. મૃતકોમાં 3 બાળકો, 2 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે.આ સમગ્ર મામલાની તપાસ ફોરેન્સિક ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch